કતારગામના વીવર્સ સાથે 9.17 લાખની છેતરપિંડી
સુરત, 1 ઓક્ટોબર (હિ.સ.) કતારગામ, જૂની જી.આઈ.ડી.સીમાં ખાતુ ધરાવતા વીવર્સ પાસેથી અમૂતસરના વેપારીએ ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ રૂપિયા 9.17 લાખ નહી ચુકવી ચુનો ચોપડ્યો હતો. જેથી ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધ
સુરત


સુરત, 1 ઓક્ટોબર (હિ.સ.) કતારગામ, જૂની જી.આઈ.ડી.સીમાં ખાતુ ધરાવતા વીવર્સ પાસેથી અમૂતસરના વેપારીએ ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ રૂપિયા 9.17 લાખ નહી ચુકવી ચુનો ચોપડ્યો હતો. જેથી ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાંદેર રોડ, અડાજણ પાટીયા, ચોક્સી વાડી પાસે, સમર્પણ સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષીય રાજેશકુમાર વિઠ્ઠલદાસ શાકવાળા કતારગામ, જૂની જી.આઈ.ડી.સીમાં અક્ષય ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, દુધવાલા કમ્પાઉન્ડમાં ક્રિષ્ના ટેક્ષટાઈલ્સના નામે લુમ્સનું ખાતુ ધરાવે છે. રાજેશકુમાર પાસેથી 27 નવેમ્બર 2024 થી 5 ડિસેમ્બર 2024 સુધીમાં સંજીવ દુવા એ રૂપિયા 9,17,742નો ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો. માર્કેટના ધારાધોરણ મુજબ નક્કી કરેલ સમય મર્યાદામાં સંજીવ દુવાએ માલનું પેમન્ટ નહી કરતા રાજેશકુમારે પેમેન્ટની ઉઘરાણી કરતા ખોટા ખોટા વાયદાઓ આપી સમય પસાર કરી પેમેન્ટ નહી આપી છેતરપિડી કરી હતી. કતારગામ પોલીસે રાજેશકુમારની ફરિયાદ લઈ સંજીવ દુવા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande