કાપોદ્રામાં વેપારીને ચપ્પુ બતાવી રૂપિયા 8 લાખની કારની લૂંટ
સુરત, 1 ઓક્ટોબર (હિ.સ.) શહેરના વરાછા વિસ્તારમાં બરોડા પ્રિસ્ટેજ પાસે રહેતો વેપારી ગતરોજ સવારે પોતાના ઘરેથી મિત્રની કાર લઈને નીકળ્યો હતો. આ દરમિયાન બરોડા પ્રિસ્ટેજ પાસે ત્રણ અજાણ્યા ઇસમોએ તેમની કારને આંતરિક છરી બતાવી ધાક ધમકી આપી રૂપિયા 8 લાખની સ્કો
knife


સુરત, 1 ઓક્ટોબર (હિ.સ.) શહેરના વરાછા વિસ્તારમાં બરોડા પ્રિસ્ટેજ પાસે રહેતો વેપારી ગતરોજ સવારે પોતાના ઘરેથી મિત્રની કાર લઈને નીકળ્યો હતો. આ દરમિયાન બરોડા પ્રિસ્ટેજ પાસે ત્રણ અજાણ્યા ઇસમોએ તેમની કારને આંતરિક છરી બતાવી ધાક ધમકી આપી રૂપિયા 8 લાખની સ્કોર્પિયો કાર લઈને ફરાર થઈ ગયા હતા. જેથી ભોગ બનનાર યુવકે મિત્રને જાણ કર્યા બાદ તેઓએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 3 અજાણ્યા ઈસમો સામે લૂંટનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વતની અને સુરતના કાપોદ્રા વિસ્તારમાં બરોડા પાસે આવેલ જય ભવાની સોસાયટીમાં રહેતા સુધીરભાઈ અશોકભાઈ ગોયાણી તેના મિત્રની જીજે.૦૫.આરએક્સ.7319 નંબરની સ્કોર્પિયો કાર પોતાની પાસે રાખતા હતા. દરરોજ રાત્રે મિત્રને તેના ઘરે મૂકી તેમની કાર લઈને તેઓ ઘરે આવી ગયા બાદ સવારે ફરીથી તેઓ ઘરેથી કાર લઈને દુકાને જતા હતા. આ દરમિયાન ગત તારીખ 30/9/2025 ના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં સુધીરભાઈ ઘરેથી સ્ક્રોપીયો કાર લઈને નીકળ્યા હતા. સોસાયટીની બહાર જ બરોડા પિસ્ટેજ પાસે બાલમુકુંદ જવેલર્સ ની સામે બે અજાણ્યા ઈસમોએ કારની આગળ બાઈક ઉભી રાખી તેમની કારને આંતરી હતી અને બંને ઈસમોએ આ કાર અમારી છે તેમ કહીને તેમની સાથે ઝઘડો કર્યો હતો. જોકે સુધીરભાઈએ આ કાર મારા મિત્રની છે. જેથી હું તેમને બોલાવી દઉં તેમ કહીને મિત્રને ફોન કર્યો હતો. જો કે મિત્ર આવે તે પહેલા જ ત્રીજો અજાણ્યો વ્યક્તિ અચાનક જ ત્યાં આવ્યો હતો અને સુધીરભાઈને ચપ્પુ બતાવી એલ ફેલ ગાળો આપી ગાડી નહીં આપે તો જીવથી જશે તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને રૂપિયા 8 લાખની સ્કોર્પિયો કાર લઈને ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે આખરે બાદમાં સુધીરભાઈએ આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande