દશાવાડા ગામે નોમના દિવસે બ્રહ્માણી માતાજીની પાવન પલ્લીનું આયોજન કરાયું
પાટણ 1 ઓક્ટોબર (હિ.સ.) સિદ્ધપુર તાલુકાના દશાવાડા ગામે આસો સુદ નોમના દિવસે પરંપરાગત રીતેઃ બ્રહ્માણી માતાજીની પાવન પલ્લી કાઢવામાં આવી હતી. માતાજીના નવમા નોરતે દિવડાવાળી પલ્લીનું આયોજન કરાયું હતું, જે માતાજીના મંદિરથી શરૂ કરી આખા ગામમાં ફેરવાઈ હતી. ન
દશાવાડા ગામે નોમના દિવસે બ્રહ્માણી માતાજીની પાવન પલ્લીનું આયોજન કરાયું


પાટણ 1 ઓક્ટોબર (હિ.સ.) સિદ્ધપુર તાલુકાના દશાવાડા ગામે આસો સુદ નોમના દિવસે પરંપરાગત રીતેઃ બ્રહ્માણી માતાજીની પાવન પલ્લી કાઢવામાં આવી હતી. માતાજીના નવમા નોરતે દિવડાવાળી પલ્લીનું આયોજન કરાયું હતું, જે માતાજીના મંદિરથી શરૂ કરી આખા ગામમાં ફેરવાઈ હતી.

નવરાત્રીના પાવન પ્રસંગે ગામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ગામના લોકો દૂર-દૂરથી પલ્લીના દર્શન માટે પોતાના વતન પરત આવ્યા હતા. બહેન-દીકરીઓ દ્વારા માતાજીના ચાર ચોકમાં કંકુ-ચોખાથી ભવ્ય સામૈયું તૈયાર કરવામાં આવ્યું હતું.પલ્લી બાદ માતાજીના દરેક ચોકમાં ભક્તિ ભાવથી ગરબાનું આયોજન થયું હતું. જેમાં ગામના મહિલાઓ, યુવકો અને વડીલો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, સંસ્કૃતિ અને સમૂહ એકતાના ભાવથી ભરપૂર રહ્યો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande