પોરબંદર જિલ્લાના હજારો સભાસદો દ્વારા વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતી અનોખી ઝુંબેશ.
પોરબંદર, 1 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રબળ નેતૃત્વ હેઠળ ભારત સરકારે જે રીતે જીએસટી રીફોર્મ 2025, સ્વદેશી અને સહકારી ક્ષેત્રને સશક્ત કરવાના પગલાં લીધા છે, તે સમગ્ર દેશની વિકાસના યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિન્હ રૂપ સાબિત થયા છે. આ ન
પોરબંદર જિલ્લાના હજારો સભાસદો દ્વારા વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતી અનોખી ઝુંબેશ.


પોરબંદર જિલ્લાના હજારો સભાસદો દ્વારા વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતી અનોખી ઝુંબેશ.


પોરબંદર જિલ્લાના હજારો સભાસદો દ્વારા વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતી અનોખી ઝુંબેશ.


પોરબંદર જિલ્લાના હજારો સભાસદો દ્વારા વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતી અનોખી ઝુંબેશ.


પોરબંદર, 1 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રબળ નેતૃત્વ હેઠળ ભારત સરકારે જે રીતે જીએસટી રીફોર્મ 2025, સ્વદેશી અને સહકારી ક્ષેત્રને સશક્ત કરવાના પગલાં લીધા છે, તે સમગ્ર દેશની વિકાસના યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિન્હ રૂપ સાબિત થયા છે.

આ નીતિઓના અમલથી ખાસ કરીને ગ્રામીણ અને છેવાડાના નાગરિકોને સીધો લાભ મળ્યો છે. આ બદલ આભાર વ્યક્ત કરવા માટે રાજ્યભરમાં એક સ્વયંભૂ અભિયાન શરૂ થયું છે, જેમાં નાગરિકો વડાપ્રધાનને પત્ર લખી તેમનો દિલથી આભાર વ્યક્ત કરી રહ્યા છે.પોરબંદર જિલ્લાના સીમર અને બેરણ ગામના હજારો સભાસદોએ પણ આ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો છે. બંને ગામોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓથી પ્રભાવિત થઈને સભાસદોએ વડાપ્રધાનને આભારપત્રો લખ્યા છે.

તેમાના કેટલાક સ્થાનિક સભાસદો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જી.એસ.ટી. રી ફોર્મ 2025 અને સ્વદેશી નીતિ જેવા નિર્ણયોથી સ્થાનિક ઉત્પાદનને ઉત્તેજન મળ્યું છે, નાના ઉદ્યોગો માટે નવું દ્રાર ખૂલ્યું છે અને રોજગારની તકોમાં વધારો થયો છે. ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં જે રીતે નવું પર્વ સર્જાયું છે, તે અમને ગર્વ કરાવે છે.

આ ઝુંબેશમાં મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને વિવિધ સહકારી સંસ્થાઓ પણ સહભાગી બની રહી છે. આ અભિયાન દ્વારા દરેક નાગરિક રાષ્ટ્ર પ્રથમના સંકલ્પ સાથે જોડાઈ રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વને સહૃદય માન્યતા આપી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુદામા ડેરીના ચેરમેન આકાશભાઈ બોખીરીયા સહિતના પોરબંદર જિલ્લાના સહકારી ક્ષેત્રના સભાસદો દ્વારા 53,000થી વધુ આભાર પત્રો લખવામાં આવ્યા છે અને આ કામગીરી હજુ પણ શરૂ છે. આભાર પત્રો વડે લોકોની લાગણી, સમર્પણ અને સરકાર પ્રત્યેનો વિશ્વાસ ઝળહળતો બની રહ્યો છે – જે લોકશાહીનો મજબૂત આધાર સ્તંભ છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande