પરિણીત મહિલાએ પુર્વ પરિચિત યુવકનો સંપર્ક તોડતાં ઉશ્કેરાયેલા યુવકે ઘરમાં ઘૂસીને હુમલો
પાટણ, 1 ઓક્ટોબર (હિ.સ.) સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે એક યુવકએ પરિચિત પરિણીત મહિલાના ઘરે મોડી રાત્રે જઈ ગાળો આપી, લાફા મારી અને ધમકીઓ આપી હતી. મહિલાએ લગ્ન પછી પરિવારમાં કલેશ ટાળવા યુવક સાથે વાતચીત બંધ કરી દીધી હતી. આ ઘટનાની ફરિયાદ મહિલાએ કાકોશી પોલી
પરિણીત મહિલાએ પુર્વ પરિચિત યુવકનો સંપર્ક તોડતાં ઉશ્કેરાયેલા યુવકે ઘરમાં ઘૂસીને હુમલો


પાટણ, 1 ઓક્ટોબર (હિ.સ.) સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે એક યુવકએ પરિચિત પરિણીત મહિલાના ઘરે મોડી રાત્રે જઈ ગાળો આપી, લાફા મારી અને ધમકીઓ આપી હતી. મહિલાએ લગ્ન પછી પરિવારમાં કલેશ ટાળવા યુવક સાથે વાતચીત બંધ કરી દીધી હતી. આ ઘટનાની ફરિયાદ મહિલાએ કાકોશી પોલીસ મથકે નોંધાવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, 30 વર્ષીય મહિલાનું પિયર સરસ્વતી તાલુકાના વાગડોદ પંથકમાં છે. તેના લગ્નને 12 વર્ષ થયા છે અને તે હાલમાં પતિ બાળકો અને સાસુ સાથે કાકોશી ગામમાં રહે છે. લગ્ન પહેલાં મહિલાની એક યુવક સાથે મિત્રતા હતી. બંને વચ્ચે ફોન પર વાતચીત થતી અને મળપણ થતું. લગ્ન પછી પણ કેટલાક સમય સુધી વાતચીત ચાલુ રહી હતી, પરંતુ પારિવારિક શાંતિ માટે મહિલાએ તેનું જોડાણ તોડવાનો નિર્ણય લીધો હતો.

મહિલાએ યુવકને સ્પષ્ટપણે સંપર્ક ન કરવા જણાવ્યુ હતું, છતાં પણ યુવક ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ મોડી રાત્રે લગભગ એક વાગ્યે તેના ઘરે ઘૂસી ગયો હતો. આ સમયે પતિ ઘરે હાજર ન હતા. યુવકે મહિલાને કહ્યું, “તું મને ફોન કેમ નથી કરતી? હું કહું તેમ તારે કરવું પડશે.” આમ કહીને તેણે ગાળો આપી, લાફા માર્યા અને ધમકી આપી.

આ ઘટનાથી ઘભરાયેલી મહિલાએ તરત પતિને જાણ કરી અને ત્યારબાદ કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસએ યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande