ભાવનગર 1 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગર સામાન્ય મુસાફરોને આરક્ષણ પ્રણાલીની વધુમાં વધુ સુવિધા પહોંચાડવા તથા ટિકિટોની દલાલી અને દુરુપયોગ અટકાવવા માટે રેલવે બોર્ડે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
ભાવનગર રેલવે મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે, તા. 01 ઑક્ટોબર 2025થી સામાન્ય આરક્ષણ ખુલ્યા પછીના પ્રથમ 15 મિનિટ દરમ્યાન માત્ર આધાર પ્રમાણિત ઉપયોગકર્તાઓ જ IRCTC ની વેબસાઇટ/ઍપ મારફતે આરક્ષિત સામાન્ય ટિકિટ બુક કરી શકશે.
આ સંદર્ભમાં નીચે મુજબના પ્રાવધાનો લાગુ રહેશે –
• પીઆરએસ કાઉન્ટર પરથી ટિકિટ બુકિંગની વર્તમાન સમયસૂચિ યથાવત રહેશે.
• પૂર્વવત, સામાન્ય આરક્ષણ ખુલ્યા પછીના પહેલા 10 મિનિટ સુધી અધિકૃત ટિકિટ એજન્ટોને ટિકિટ બુક કરવાની મંજૂરી નહીં હોય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ