વિજાપુરમાં ક્લેમના પૈસાના ભાગ મુદ્દે દંપતી પર હુમલો, આઠ સામે ગુનો નોંધાયો
મહેસાણા, 1 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના બીલિયા ગામમાં ક્લેમના પૈસાના ભાગ મુદ્દે કુટુંબી ઝઘડો થતાં હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, બીલિયા ગામની એક મહિલાના પહેલા પતિનું અવસાન થયું હતું. તેના ક્લેમમાં રૂપિયા 65 લ
વિજાપુરમાં ક્લેમના પૈસાના ભાગ મુદ્દે દંપતી પર હુમલો, આઠ સામે ગુનો નોંધાયો


મહેસાણા, 1 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના બીલિયા ગામમાં ક્લેમના પૈસાના ભાગ મુદ્દે કુટુંબી ઝઘડો થતાં હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, બીલિયા ગામની એક મહિલાના પહેલા પતિનું અવસાન થયું હતું. તેના ક્લેમમાં રૂપિયા 65 લાખની રકમ મળવાની હતી. આ રકમના હક મુદ્દે પહેલો પતિના પરિવારજનોએ મહિલાથી ભાગ માગ્યો હતો.

પરંતુ મહિલાએ બીજા લગ્ન કરી લીધા બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. તાજેતરમાં વિજાપુર તાલુકાના બીલિયા ખાતે મહિલા અને તેના પતિ પર પહેલા પતિના પરિવારજનો તથા તેમના સગાસંબંધીઓએ હુમલો કર્યો હતો. ઘટનામાં મહિલાને તેમજ તેના પતિને ઈજાઓ પહોંચી હતી.

આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ દાખલ થતા વિજાપુર પોલીસે બીલિયા, કમાલપુર અને ખરોડ ગામોના આઠ શખ્સો સામે હુમલો અને ધમકી સહિતનો ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ ત્રાટકીને તપાસ હાથ ધરી રહી છે અને આરોપીઓને ઝડપવા માટે કામગીરી શરૂ કરી છે. આ બનાવે વિજાપુર પંથકમાં ભારે ચકચાર મચાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande