પાટણમાં દશેરાની મિજબાની: ફાફડા-જલેબી વેચાણમાં ચાર લાખથી વધુનો અંદાજ, ભાવમાં વધારો
પાટણ, 1 ઓક્ટોબર (હિ.સ.) પાટણમાં દશેરાના પર્વે પરંપરાગત ફાફડા-જલેબીની મિજબાની માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં 50થી વધુ દુકાનો અને સ્ટોલો પર ફાફડા-જલેબીનું વેચાણ થશે. વેપારીઓ આશા રાખી રહ્યા છે કે આ વર્ષે દશેરાના દિવસે એક હજાર કિલોથ
પાટણમાં દશેરાની મિજબાની: ફાફડા-જલેબી વેચાણમાં ચાર લાખથી વધુનો અંદાજ, ભાવમાં વધારો


પાટણમાં દશેરાની મિજબાની: ફાફડા-જલેબી વેચાણમાં ચાર લાખથી વધુનો અંદાજ


પાટણ, 1 ઓક્ટોબર (હિ.સ.) પાટણમાં દશેરાના પર્વે પરંપરાગત ફાફડા-જલેબીની મિજબાની માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં 50થી વધુ દુકાનો અને સ્ટોલો પર ફાફડા-જલેબીનું વેચાણ થશે. વેપારીઓ આશા રાખી રહ્યા છે કે આ વર્ષે દશેરાના દિવસે એક હજાર કિલોથી વધુ ફાફડા-જલેબી વેચાશે અને કુલ વેચાણ ચાર લાખ રૂપિયાથી વધુ થઈ શકે છે.

મોંઘવારીના કારણે આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં લગભગ 10% નો વધારો જોવા મળ્યો છે. ગુજરાત રાજ્ય મીઠાઈ ફરસાણ એસોસિએશનના મંત્રી દિલીપભાઈ સુખડિયાએ જણાવ્યું હતું કે ફાફડા ₹440 થી ₹480 પ્રતિ કિલો, શુદ્ધ ઘીની જલેબી ₹520 થી ₹560 અને તેલની જલેબી ₹240 થી ₹280 પ્રતિ કિલોના ભાવે મળશે.

આ ઉપરાંત ચોળાફળી ₹360 થી ₹400 અને ગાંઠિયા ₹300 થી ₹320 પ્રતિ કિલે વેચાશે. ભાવમાં વધારાની છાયાએ છતાં પણ પાટણના સ્વાદપ્રેમી લોકો તહેવારની મઝા માણવામાં પાછળ નથી પડતા. દશેરાના પર્વે પરંપરાગત સ્વાદ સાથે હરખભેર લોકો ખરીદી કરશે તેવી વેપારીઓને આશા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande