મહેસાણા, 1 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઘુમાસણ ગામે કુટુંબ ઝઘડાને પગલે ખૂની ઘટનાનો બનાવ બન્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, ગામમાં ભત્રીજાની સગાઈ પ્રસંગે બધા ભાઈઓ એકત્ર રહે તે માટે મોટાભાઈ વાતચીત કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ વાતચીત દરમ્યાન વિવાદ ઊભો થતા નાનાભાઈ અને તેના દીકરાએ ગુસ્સામાં આવી મોટાભાઈ પર છરીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં મોટાભાઈને ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.આ બનાવની જાણ થતાં ગામમાં દહેશત ફેલાઈ ગઈ હતી. મૃતકના પુત્રે તરત જ પોલીસને જાણ કરી હતી. નંદાસણ પોલીસ મથક ખાતે આ બનાવને લઈ મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ આધારે સગાકાકા, તેના દીકરા અને ભત્રીજા સહિત ત્રણ વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધી લીધો છે.હાલ પોલીસે ત્રણે આરોપીઓને પકડવા માટે તગડી ચક્રવિહૂ કરી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવારની અંદરની નાની-મોટી વાતો જીવલેણ બની શકે છે તેવો આ બનાવ ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR