વારાહી નજીક ઘાસચારો ભરેલી ટ્રકમાં આગ, ઘાસચારો તથા ટ્રક બંને સંપૂર્ણપણે બળીને ખાક
પાટણ, 1 ઓક્ટોબર (હિ.સ.) આજે સાંતલપુર તાલુકાના વારાહી નજીક આવેલ માનપુરા ગામે ઘાસચારો ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આ ટ્રક રાજ્ય સરકાર દ્વારા પશુઓ માટે વિતરણ માટે આવતી હતી. વીજ લાઈનમાં સંપર્ક થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ
વારાહી નજીક ઘાસચારો ભરેલી ટ્રકમાં આગ, ઘાસચારો તથા ટ્રક બંને સંપૂર્ણપણે બળીને ખાક


પાટણ, 1 ઓક્ટોબર (હિ.સ.) આજે સાંતલપુર તાલુકાના વારાહી નજીક આવેલ માનપુરા ગામે ઘાસચારો ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આ ટ્રક રાજ્ય સરકાર દ્વારા પશુઓ માટે વિતરણ માટે આવતી હતી. વીજ લાઈનમાં સંપર્ક થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનામાં ઘાસચારો તથા ટ્રક બંને સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રક ગામમાં પ્રવેશતી વખતે ઉપરથી જતા વીજ વાયરના સંપર્કમાં આવી ગઈ હતી, જેના પગલે આગ લાગવાની ઘટના બની. આગ જોતજોતમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. ગ્રામજનો દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરાયો, પણ તીવ્રતાના કારણે સફળતા મળી નહોતી.

આ ઘટનાને કારણે ગામના લોકોને ભારે ચિંતા વ્યાપી છે, કારણ કે આ ઘાસચારો ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓ માટે મહત્વપૂર્ણ છે. વિતરણ વ્યવસ્થામાં પણ ખલેલ ઊભો થયો છે. ઘટના જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande