મહેસાણા, 1 ઓક્ટોબર (હિ.સ.) વિજાપુર તાલુકાના લાડોલ ગામે આવેલી ઓઇલ મિલ કંપની સાથે મોટી છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, કંપનીના મૂળ માલિક તબીબ સાથે અમદાવાદના ચાર ભાગીદારોએ રૂ.23 કરોડમાં કંપની ખરીદવાનો સોદો કર્યો હતો. આ સોદા બાદ ભાગીદારોએ કંપનીનો વહીવટ પોતાના કબજામાં લઈ લીધો હતો.વહીવટ સંભાળ્યા પછી ભાગીદારોએ વિવિધ સપ્લાયર વેપારીઓ પાસેથી મોટાપાયે માલની ખરીદી કરી. જોકે, વેપારીઓ પાસેથી લેવાયેલો માલ વેચાણ કરીને રૂપિયા વસૂલ્યા છતાં સપ્લાયર વેપારીઓને તેમની ચુકવણી કરવામાં આવી નહોતી. આ રીતે કંપનીના માલિક તબીબ સાથે મળીને રૂ.1.54 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.ઘટના સામે આવતા તબીબે લાડોલ પોલીસ મથકે ચારેય ભાગીદારો સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવે વેપારીઓમાં હડકંપ મચાવી દીધો છે કારણ કે મોટા પાયે આવું ઠગાઈનું જાળ ફેલાવાતું હોય તો અન્ય વેપારીઓને પણ નુકસાન ભોગવવું પડી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR