ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબાની મહાઆરતીમાં અષ્ટભુજાવાળી મા દુર્ગાનો સાક્ષાત્કાર
ગાંધીનગર , 1 ઓક્ટોબર (હિ.સ.) ગાંધીનગર કલ્ચરલ ફોરમ ''મા ને અરજ, આપણા નગરની...'' ના ભાવ સાથે નવરાત્રીની ઉજવણી કરી રહ્યુ છે. કલચરલ ફોરમના ગરબામાં પ્રતિ વર્ષ વિશેષ ફોર્મેશનમાં ઉભા રહીને લોકો મહાઆરતી ઉતારે છે. નવરાત્રીની દુર્ગાષ્ટમીએ કલ્ચરલના ગરબામાં
મા દુર્ગાનો સાક્ષાત્કાર


મા દુર્ગાનો સાક્ષાત્કાર


મા દુર્ગાનો સાક્ષાત્કાર


મા દુર્ગાનો સાક્ષાત્કાર


ગાંધીનગર , 1 ઓક્ટોબર (હિ.સ.) ગાંધીનગર કલ્ચરલ ફોરમ 'મા ને અરજ, આપણા નગરની...' ના ભાવ સાથે નવરાત્રીની ઉજવણી કરી રહ્યુ છે. કલચરલ ફોરમના ગરબામાં પ્રતિ વર્ષ વિશેષ ફોર્મેશનમાં ઉભા રહીને લોકો મહાઆરતી ઉતારે છે. નવરાત્રીની દુર્ગાષ્ટમીએ કલ્ચરલના ગરબામાં હજારો ખેલૈયાઓ અને પ્રેક્ષકોએ હાથમાં દીવડા સાથે ચોક્કસ ફોર્મેશનમાં ઊભા રહીને અને અષ્ટભૂજાવાળી મા દુર્ગાનો આકાર રચ્યો હતો. મહાઆરતીમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને અષ્ટભુજાવાળી મા દુર્ગાનો સાક્ષાત્કાર થયો હોય એવી દિવ્ય અને અલૌકિક અનુભૂતિ થઈ હતી. મા ના ચરણોમાં આપણે કરેલી અરજ અને આજીજીનો સ્વીકાર કરી માં પોતાની અષ્ટભુજાઓ વડે તેની પરિપૂર્તિ કરે છે. આપણી અતૂટ શ્રદ્ધા તેની અખૂટ શક્તિ સાથે જોડાય ત્યારે અસંભવ પણ સંભવ બને છે.

દુર્ગાષ્ટમીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા નિહાળવા અને ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા પધાર્યા હતા. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જહાએ પુષ્પોથી રાજ્યપાલનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાતના શ્રેષ્ઠ ખેલૈયાઓનું નર્તન નિહાળીને અભિભૂત થયા હતા. કલાકો સુધી એક સરખા લયમાં ઉર્જાસભર ગરબા કરતા ખેલૈયાઓથી તેઓ પ્રભાવિત થયા હતા. ગુજરાતના વિવિધ પ્રદેશો અને પ્રાંતના ઉલ્લેખ સાથેના તળપદા ગુજરાતી ગીતો, ગુજરાતી પ્રાચીન ગરબાઓ સાંભળી-જાણીને તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

મહાઆરતીના પાવન અવસરે મેયર મીરાબેન પટેલ, મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ ઉપરાંત શિક્ષાપત્રી ગ્રુપના વિષ્ણુભાઈ ચૌધરી પણ પધાર્યા હતા. મહાઆરતી પછી ઉપસ્થિત જનમેદનીને વિષ્ણુચૌધરી (શિક્ષાપત્રી ગ્રુપ) તરફથી મહાપ્રસાદ વહેંચાયો હતો. ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને જાણીતા સાહિત્યકાર ભાગ્યેશ જહા પણ મહાઆરતીમાં પધાર્યા હતા.

આગામી બે દિવસોમાં અમદાવાદમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચ યોજાવવાની છે. આ ટેસ્ટ મેચ દરમિયાન ઉપસ્થિત જનમેદનીને ગુજરાતના ગરબાની ઝલક દેખાડી શકાય એ માટે આઈસીસીના કેમેરામેન ગઈકાલે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબાનું શૂટિંગ કરવા પધાર્યા હતા. કલ્ચરલના ગરબાની ઝલક ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ મેચ દરમિયાન નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઉપસ્થિત જનમેદનીને ઝલક સ્વરૂપે જોવા મળી શકશે.

નવરાત્રીની અષ્ટમીની રાત્રીએ કલ્ચરલના ગરબામાં નીની આચાર્ય બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સેસ અને દેવાંગ બથવાર પ્રિન્સ તરીકે વિજેતા થયા હતા. અમી પંડ્યા અને નયન પટેલ રનર્સ અપ રહ્યા હતા. સાહિલ પીપરોત્તર અને મિત નાગરની જોડી બેસ્ટ પેર તરીકે વિજેતા થઈ હતી, જ્યારે દીપા પરમાર અને હની પરમારની જોડી રનર્સ અપ રહી હતી. જાનવી વોરા બેસ્ટ ક્વીન અને મૌલિક ચૌહાણ બેસ્ટ કિંગ તરીકે વિજેતા થયા હતા, જ્યારે અમીષા શાહ અને સુશીલ જાદવ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ તરીકે સોનલ નાયી અને પ્રિન્સ તરીકે જૈનમ ઠક્કર વિજેતા થયા હતા. આ કેટેગરીમાં કામાક્ષીદેવી રાઓલ અને વિવેક દેવીપૂજક રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ટીનેજર ગર્લ નિરાલી રાવલ અને બેસ્ટ ટીનેજર બોય તરીકે નમઃ પારકર વિજેતા થયા હતા. આ કેટેગરીમાં દેવાંશીબા ઝાલા અને આરવ ચૌધરી રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ કીડની કેટેગરીમાં શ્રીયા દેસાઈ અને પ્રવેગ કોષ્ટી વિજેતા થયા હતા, જ્યારે માહિરા જોશી અને શૌર્ય રાઠોડ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ચાઈલ્ડ કેટેગરીમાં શિવન્યા પરમાર અને આરવ પટેલ વિજેતા થયા હતા, જ્યારે સિયા કરગથરા અને દર્શન અઘારીયા રનર્સ અપ રહ્યા હતા. નિર્ણાયક તરીકે ઋત્વિ પટેલ, ચૈતાલી પટેલ, અંકિત મકવાણા, વિનીતાબેન ઝાલા અને કુશલ દીક્ષિતે સેવાઓ આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande