ગીર સોમનાથ આરોગ્ય વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં ‘વિશ્વ હૃદય દિવસ’ની ઉજવણી થઈ
ગીર સોમનાથ 1 ઓક્ટોબર (હિ.સ.) દર વર્ષે વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણું હૃદય આપણા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ અંગ છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ‘વિશ્વ હૃદય દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસન
વિશ્વ હૃદય દિવસ’ની ઉજવણી


ગીર સોમનાથ 1 ઓક્ટોબર (હિ.સ.) દર વર્ષે વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણું હૃદય આપણા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ અંગ છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ‘વિશ્વ હૃદય દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.

આ દિવસની ઉજવણીનો હેતુ કાર્ડિયોવેસ્ક્યુલર રોગો અને આ રોગો સામે કઈ રીતે બચી શકાય તેમજ હૃદયને લગતા રોગોની અસરના નિવારણની જાહેર જાગૃતિ વધારવાનો છે.

મેડિકલ ઓફિસર ડૉક્ટર ખૂશ્બુ સહિતના ડોક્ટર્સ દ્વારા આરોગ્ય તપાસ કરી અને લોકોને વિશ્વ હૃદય દિવસ અંગે માહિતગાર કરવામાં આવ્યાં હતાં. નિયમિત આરોગ્ય તપાસ થકી હૃદયરોગ પ્રત્યે જાગૃત રહેવાની અને અન્ય લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપવાની અપીલ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande