સોમનાથ “સ્વચ્છતા હી સેવા – 2025 ” અંતર્ગત કોડીનારમાં ‘સ્વચ્છતા સંવાદ’ કાર્યક્રમ યોજાયો તજજ્ઞો દ્વારા ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ અંગે માર્ગદર્શન અપાયું
સોમનાથ ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ (2 ઓક્ટોબર) નિમિત્તે સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેનું જનઆંદોલન વેગવંતુ બની રહ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં 11 વર્ષ પૂર્ણ થવા નિમિતે “સ્વચ્છતા હી સેવા – 2025 ”ને ‘સ્વચ્છોત્સવ’ તરીકે ઉજવ
ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ અંગે માર્ગદર્શન અપાયું


સોમનાથ ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ (2 ઓક્ટોબર) નિમિત્તે સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેનું જનઆંદોલન વેગવંતુ બની રહ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં 11 વર્ષ પૂર્ણ થવા નિમિતે “સ્વચ્છતા હી સેવા – 2025 ”ને ‘સ્વચ્છોત્સવ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કોડીનાર નગરપાલિકા દ્વારા નગરપાલિકા કચેરી ખાતે ‘સ્વચ્છતા સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો.

“સ્વચ્છતા હી સેવા– 2025 ” અંતર્ગત ‘સ્વચ્છોત્સવ’ના ભાગરૂપે નગરપાલિકા કચેરી ખાતે શહેરના પત્રકારો સાથે સ્વચ્છતા સંવાદનો કાર્યક્રમ તથા ‘ઝીરો વેસ્ટ ઈવેન્ટ’ યોજાઈ હતી. જેમાં સૂકો-કચરો, ભીનો કચરો અને સ્વચ્છતા અભિયાન દરમિયાન નગરપાલિકાની કામગીરીથી અવગત કરવામાં આવ્યાં હતાં.

આ સેમિનારમાં ઉપસ્થિત સર્વેને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે તેમજ ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સ્વચ્છતા અંગે સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ નાગરિકો સ્વચ્છતાના શપથ લઈ અને શહેરને કચરામુકત કરવા સંકલ્પબદ્ધ થયાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande