સોમનાથ,1 ઓક્ટોબર (હિ.સ.) સુત્રાપાડામાં ડૉ .ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકૂલમાં જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા પોસ્ટ કાર્ડ તેમજ સાઇબર ફોર્ડ જાગૃતિ કાર્યક્રમ પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડના અધ્યક્ષ સ્થાને યોજાયેલ.
આજરોજ ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા મુકામે ડૉ ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકૂલમાં જુનાગઢ જિલ્લા સહકારી બેન્કના પૂર્વ ચેરમેન અને પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ જી.એસ.સી બેન્કના ડાયરેક્ટર અને સહકારી ક્ષેત્રના પીઢ આગેવાન જશા બારડના અધ્યક્ષ સ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા 22 સપ્ટેમ્બર થી લાગુ કરેલ નવા જીએસટી દરોમાં રોજીદા જીવનની ચીજવસ્તુઑ પર ટેક્સ ઘણો ઓછો કરવામાં આવ્યો છે જેનો લાભ સામાન્ય જનતા તેમજ ખેડૂતોને મળેલ છે તેમજ જીએસટી ઘટાડવાથી દૂધ, અનાજ શાકભાજી જેવી જરૂરી વસ્તુઓ ઉપર શૂન્ય ટેક્સ અને મધ્યમ વર્ગ માટે અનેક ચીજવસ્તુઓ સસ્તી થઈ તેમજ ખેડૂતોની મશીનરી સીંચાઈના સાધનો પર જીએસટી ઘટાડી મોટી રાહત આપેલ છે તે બદલ માનનીય પ્રધાનમંત્રીને સુત્રાપાડા તાલુકા માંથી બહોળી સંખ્યામાં પોસ્ટકાર્ડ લખી સહકારી આગેવાનો, સભાસદો અને ખેડૂતો અને યુવાનો દ્રારા પ્રધાનમંત્રીએ મોદીનો આભાર વ્યક્ત કરવામાં આવેલ અને અભિનંદન આપવામાં આવેલ અને સાથોસાથ વિધ્યાર્થીઓને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આજના યુગમાં સાઇબર ફ્રોડથી બચાવવા માટે પુસ્તિકાનું વિતરણ કરવામાં આવેલ અને સમજૂતી આપવામાં આવેલ
ઉપરાંત ગીર સોમનાથ જિલ્લા ના સહકારી બેંકના સભાસદો, ખેડૂતો, પશુપાલકો, દૂધ ઉત્પાદક મંડળીના અંદાજે હજરો સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સહકાર મંત્રાલય શરુ કરવા અને સહકાર મંત્રાલય દ્વારા ખેડૂતો, પશુપાલકોના હિતમાં સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ યોજનાઓ થકી જી.એસ.ટી દરમાં ઘટાડા અને સ્વદેશી અભિયાનને વેગવંતુ બનાવવા તથા નાગરિકોના જીવનને સુવિધાયુક્ત બનાવવા બદલ પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.
આજના યુગમાં સાઇબર ક્રાઇમ વધતાં જાય છે તેની જાગૃતિ રૂપે આ પુસ્તકમાં સાઇબર ક્રાઇમ શું છે? કેવી રીતે થાય છે અને તેનાથી કેવી રીતે બચવું તેની વિગત વાર ચર્ચા કરવામાં આવેલ છે સાથે સાથે નાણાકીય ફ્રોડ, સોશિયલ મીડિયા ફ્રોડ, મોબાઈલ ફ્રોડ જેવા ફ્રોડની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે.
આ અવસરે જશાબારડની સાથે જિલ્લા સહકારી બેન્કના ડાયરેક્ટર દિલીપ ઝાલા, માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન અને જિલ્લા મહામંત્રી દિલીપ બારડ, સુત્રાપાડા સહકારી બેન્કના મેનેજર કાનજી બારડ, હરેશ કાછેલા, જયેશ કામળીયા, તથા ડો ભરત બારડ શૈક્ષણિક સંકૂલના આચાર્ય જોશી , ગીર સોમનાથ માધ્યમિક શિક્ષણ સંઘ ના પ્રમુખ હરેશ મોરી વ્યાયામ શિક્ષક પિયુષ કછેલા, અને સ્ટાફ ગણ, તેમજ નગરપાલિકાના કર્મચારી રાજુ પંડ્યા, ખેડૂત સભાસદો, કર્મચારીઓ અને યુવા વિધ્યાર્થીઓ વગેરે બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ