ગીર સોમનાથ 1 ઓક્ટોબર (હિ.સ.) ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત પ્રજાપિતા બ્રહ્માકુમારિઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, વેરાવળ-ભાલકાના બહેનો અને ભાઈઓ દ્વારા એસ.ટી. ડેપો ખાતે નાટકના માધ્યમથી ‘સ્વચ્છતા’ અને ‘વ્યસનમુક્તિ’નો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ નાટક થકી ગ્રામીણ અને શહેરી વિસ્તારના નાગરિકોને સ્વચ્છતા અંગેનો સંદેશો આપવામાં આવ્યો હતો અને વ્યસનથી દૂર રહેવા અંગે સંકલ્પબદ્ધ કરાયાં હતાં.
બ્રહ્માકુમારીના બહેનો અને ભાઈઓ દ્વારા સુંદર મજાનું નાટક તો રજૂ કરવામાં આવ્યું જ હતું, નાટક ઉપરાંત વ્યસનથી થતાં ગેરફાયદા સમજાવી અને વ્યસન થી થતા નુકસાન અંગે માહિતગાર કરી ‘વ્યસનમુક્ત’ જીવન જીવવા અપીલ કરી હતી.
અપીલની સાથે જ ઉપસ્થિત સર્વેને ‘સ્વચ્છતા અભિયાન’માં સહભાગી થઈ આરોગ્યમય જીવન જીવવા સંકલ્પ લેવડાવવામાં આવ્યાં હતાં. ઉપસ્થિત નાટકને એસ.ટી. ડેપોના કર્મચારીઓ સહિત મુસાફરોએ પણ નિહાળ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ