ગીરસોનાથ સ્વચ્છોત્સવ’ અંતર્ગત વડનગર ખાતે ‘સફાઈ મિત્ર શિબિર’ યોજાઈ
ગીર સોમનાથ 1 ઓક્ટોબર (હિ.સ.) ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત કોડીનાર તાલુકામાં વિવિધ થીમ આધારિત કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જેમાં વડનગર ખાતે તાલુકાના જુદા જુદા ગામોના સફાઈ મિત્ર માટે શિબિર યોજાઈ હતી. સ્વચ્છોત્સવ’ અંતર્ગત યોજાયેલા આ કેમ્પમાં કોડ
કોડીનાર તાલુકાના વડનગર ગામે


ગીર સોમનાથ 1 ઓક્ટોબર (હિ.સ.) ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત કોડીનાર તાલુકામાં વિવિધ થીમ આધારિત કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જેમાં વડનગર ખાતે તાલુકાના જુદા જુદા ગામોના સફાઈ મિત્ર માટે શિબિર યોજાઈ હતી.

સ્વચ્છોત્સવ’ અંતર્ગત યોજાયેલા આ કેમ્પમાં કોડીનાર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સફાઈ મિત્રોની આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ આરોગ્ય સુરક્ષા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કોડીનાર તાલુકા પંચાયત કચેરીની સ્વચ્છ ભારત મિશન શાખાની ટીમની મહેનતથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. આ કાર્યક્રમમાં કોડીનાર તાલુકા વિકાસ અધિકારી બી.આર.બગથરીયા, વડનગરના સરપંચ તેમજ કોડીનાર તાલુકાના જુદા-જુદા ગામના સફાઈ મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande