ગીર સોમનાથ 1 ઓક્ટોબર (હિ.સ.) સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વિવિધ થીમ આધારિત સ્વચ્છતા પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે અને વધુને વધુ લોકોને આ અભિયાન સાથે જોડાવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. જે ઉપક્રમે ઉના તાલુકાના સફાઈ કર્મચારીઓ માટે આરોગ્ય કેમ્પ યોજાયો હતો.
ઉના તાલુકા પંચાયત ખાતે “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” (સ્વચ્છોત્સવ) અભિયાન અંતર્ગત સફાઈમિત્ર સુરક્ષા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સફાઈમિત્રોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું.આરોગ્ય કેમ્પમાં કર્મચારીઓના તપાસ ઉપરાંત તેમને સફાઈ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ