અમરેલી,1 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લામાં પ્રવાસ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામમાં સરકારી પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કર્યું. આ દ્વારા રાજ્યપાલએ ગ્રામ્ય જીવન અને સંસ્કૃતિ સાથે તાદાત્મ્ય સાધીને લોકોના જીવનનો અનુભવ કર્યો અને સ્થાનિકો સાથે અંગત રીતે સંપર્ક સાધ્યો.
રાજ્યપાલએ સવારે વહેલા પ્રતાપગઢ ગામના બિપીન ભીખાભાઈ શંકરના ઘરે મુલાકાત લીધી. બિપીનભાઈ પ્રાકૃતિક ખેતી તથા ગાય પાલનમાં જાણીતા છે. રાજ્યપાલએ તેમના ખેતી પદ્ધતિઓ અને ગાયના પાલન વિશે વિગતવાર માહિતી મેળવી. બિપીનભાઈએ વિધાઓ અંગે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી માત્ર જમીન માટે જ નહીં પરંતુ માનવ આરોગ્ય માટે પણ અત્યંત લાભકારી છે. તેમ સાથે ગાયના પાલન અને દૂધઉત્પાદન પદ્ધતિઓનું મહત્વ સમજાવ્યું.
રાજ્યપાલએ સ્વયં ગાયનું દોહન કરીને ખેડૂતો માટે પ્રેરણાદાયી દૃશ્ય સર્જ્યું. તેમણે જણાવ્યું કે, “પ્રાકૃતિક ખેતી અને ગાયનો સંરક્ષણ માત્ર ખેડૂતો માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે આરોગ્ય અને સમૃદ્ધિ લાવવાનો માર્ગ છે.”
આ મુલાકાત દરમિયાન રાજ્યપાલએ સ્થાનિક ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા કે તેઓ પરંપરાગત ખેતી પદ્ધતિઓ સાથે નવી ટેક્નોલોજીનો સંયોજન કરીને ખેતીને વધુ ટકાઉ અને લાભદાયક બનાવી શકે.
પ્રતાપગઢ ગામમાં રાજ્યપાલની આ મુલાકાતે ગ્રામ્ય જીવન, કૃષિ પરંપરા અને પોષણ સંસ્કૃતિનો જીવંત અનુભવ લોકો માટે અનોખો પ્રસંગ સર્જ્યો.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai