લાઠીના દુધાળા ખાતે હેતની હવેલીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ : ખેડૂતો માટે માર્ગદર્શન અને પ્રેરણા
અમરેલી, 1 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે આવેલ હેતની હવેલી ખાતે એક વિશેષ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં રાજ્યપાલએ પ્રાકૃતિક
લાઠીના દુધાળા ખાતે હેતની હવેલીમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ : ખેડૂતો માટે માર્ગદર્શન અને પ્રેરણા


અમરેલી, 1 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે આવેલ હેતની હવેલી ખાતે એક વિશેષ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતીની મહત્વતા અને તેની પદ્ધતિઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપી ખેડૂત વર્ગને પ્રેરણા આપી.

રાજ્યપાલએ જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતી માટે જ નહીં, પરંતુ જમીનના આરોગ્ય, પાણીના સંરક્ષણ અને પર્યાવરણ માટે પણ ખૂબ મહત્વની છે. તેમણે ખેડૂતોએ રસાયણિક ખાતરો અને રાસાયણિક જંતુનાશકની જગ્યાએ કુદરતી વિધિઓ અપનાવવાની તકેદારી રાખવાની અનુરોધ કરી. પ્રાકૃતિક ખાતરો, જીવામૃત, બીજામૃત જેવા પરંપરાગત પદ્ધતિઓ સાથે પાક ઉપજમાં ગુણવત્તા અને લાભ બંને વધે છે.

આ પરિસંવાદમાં ખેડૂતોએ પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરી, તો તબીબો અને કૃષિ નિષ્ણાતોએ તે અંગે માર્ગદર્શન આપ્યું. રાજ્યપાલએ ખેડૂતોને નવી ટેક્નિક્સ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ સાથે પરંપરાગત કૃષિનું સંયોજન કરવા પ્રોત્સાહિત કર્યું.

પરિસંવાદ દરમિયાન જંગલવાસી ખેતી, ગાય આધારિત ખેતી અને પાણી બચાવવાની પદ્ધતિઓ ઉપર વિશેષ ચર્ચા થઈ. હેતની હવેલી ખાતે આ પરિસંવાદ માત્ર કૃષિ જ નહીં, પરંતુ પર્યાવરણ, આરોગ્ય અને ટકાઉ વિકાસ માટે મહત્વપૂર્ણ મંચ બન્યું.

આ કાર્યક્રમે પ્રાકૃતિક કૃષિની પ્રેરણાદાયી યાત્રાને વધુ મજબૂત બનાવ્યું અને ખેડૂતોએ કહ્યું કે તે પોતાના ખેતરોમાં આ પરંપરાને અનુસરવા માટે પ્રતિબદ્ધ છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande