- મુખ્યમંત્રીએ નર્મદા મૈયાને દૂધ, શ્રીફળ અને પુષ્પ અર્પણ કરીને પૂજન કર્યું
રાજપીપળા,1 ઓકટોબર (હિ.સ.) રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી 138.68 મીટર થઈ,5 ગેટ ખોલી 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું.નર્મદા ડેમ ચાલુ સિઝનમાં પ્રથમવાર તેની મહત્તમ પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે. નવરાત્રી પર્વના શુભ દિવસોમાં, ખાસ કરીને નવમી નવરાત્રીએ ડેમ છલોછલ થતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજપીપળા ખાતે હર્ષોલ્લાસ સાથે નર્મદા નીરના વધામણાં કર્યા હતા. મુખ્યમંત્રીએ નર્મદા મૈયાને દૂધ, શ્રીફળ અને પુષ્પ અર્પણ કરીને પૂજન કર્યું હતું.
રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ ચાલુ સિઝનમાં પ્રથમવાર તેની મહત્તમ પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે. નર્મદા ડેમની સપાટી 138.68 મીટર નોંધાઈ છે, જેને ધ્યાનમાં રાખીને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.
હાલમાં ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા છે અને તેમાંથી અંદાજે 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજપીપળા ખાતે હર્ષોલ્લાસ સાથે નર્મદા નીરના વધામણાં કર્યા હતા. મુખ્યમંત્રીએ નર્મદા મૈયાને દૂધ, શ્રીફળ અને પુષ્પ અર્પણ કરીને પૂજન કર્યું હતું.
ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યાં
સમગ્ર ગુજરાતને પીવા તથા સિંચાઇનું પાણી પુરૂ પાડતો નર્મદા ડેમ તેની 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરાવામાં માત્ર 35 સેમી જેટલો બાકી રહી ગયો છે. ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં 47 હજાર કયુસેક પાણીની આવક થઇ રહી છે. જેની સામે આરબીપીએચના ટર્બાઇન ચલાવી નદીમાં 42 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે. કેનાલમાં છોડવામાં આવતાં પાણીની માત્રા 4 હજાર કયુસેક છે. સરદાર સરોવરમાં જેટલું પાણી આવી રહયું છે તેટલું પાણી છોડીને રૂલ લેવલ જાળવી રાખવામાં આવી રહયું છે. હાલમાં ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા છે અને તેમાંથી અંદાજે 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
સરદાર સરોવર નર્મદા બંધની સપાટી 138.68 મીટરની પૂર્ણ કક્ષાએ પહોંચી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યા બાદ આ પાંચમી વાર છે જ્યારે જળ સપાટી પૂર્ણ કક્ષાએ પહોંચી હોય. ગત વર્ષે પણ પ્રથમ નવરાત્રીએ (01 ઓક્ટોબર, 2024) ડેમ છલોછલ થયો હતો. આ વર્ષે ડેમની કુલ જળસંગ્રહ ક્ષમતા 9460 મિલિયન ઘનમીટર જેટલી થઈ છે.
નર્મદા ડેમ વધુ એક વખત પૂર્ણ સપાટીથી ભરાવા તરફ આગળ વધી રહયો છે. નર્મદા ડેમ હાલ 98 ટકા જેટલો ભરાઇ ચુકયો છે. આગામી એક વર્ષ માટે રાજ્યના ખેડૂતોને પીવાનું પાણી સિંચાઈ નું પાણી આપવા સક્ષમ બની ગયો છે એટલું જ નહિ રાજ્યની ઇન્ડસ્ટ્રીઝને પાણી પૂરુંપાડવા અને રાજ્યની નદીઓ તળાવો ભરવા માટે પણ સક્ષમ બન્યો છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવરમાં પાણીનો આવરો વધી જવાથી ડેમની સપાટી 138.33 મીટર સુધી પહોંચી ચૂકી છે.
આ વર્ષે નર્મદા બેસિન અને ડેમમાં થયેલા વ્યાપક વરસાદને કારણે પાણીની સારી આવક થઈ છે, જેના પરિણામે રાજ્યને મોટો લાભ થશે. ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિના કારણે રાજ્યના 10,014 ગામો, 183 શહેરો અને 7 મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને 4 કરોડ જેટલા લોકોને આગામી ઉનાળાની સીઝન સુધી પૂરતું પીવાનું પાણી આપી શકાશે.
નર્મદા કમાન્ડ વિસ્તારના તમામ ખેડૂતોને રવી પાકની સિંચાઈ માટે પર્યાપ્ત પાણી મળશે.
આ ઉપરાંત, સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને અન્ય ઉદ્વહન યોજનાઓ માટે પણ નર્મદા જળ પૂરા પાડવામાં આવી રહ્યા છે.
સરદાર સરોવર યોજના થકી 63 હજાર કિલોમીટર લંબાઇના નહેર માળખા દ્વારા કચ્છના રણપ્રદેશ સુધી નર્મદા જળ સિંચાઇ અને પીવાના ઉપયોગ માટે મળી રહ્યા છે, જે ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિ માટે જીવાદોરી સમાન છે.
29મી સપ્ટેમ્બરે સાંજે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર હતી, જેની સામે હાલમાં પાણીનો સ્તર 138.03 મીટર પર પહોંચી ગયો હતો. આનો અર્થ એ છે કે, ડેમ એની ભવ્ય સપાટીથી માત્ર 0.65 મીટર (65 સેન્ટિમીટર) જ દૂર હતી. ડેમ 98% ભરાઈ જતાં એને તકનીકી રીતે છલોછલ ગણી શકાય.
આ સિદ્ધિને પગલે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ડેમના તમામ દરવાજા આગામી ચોમાસાની સિઝન સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરદાર સરોવર ડેમમાં પાણીની આ વિપુલ આવકનું મુખ્ય કારણ મધ્યપ્રદેશમાં થયેલો ભારે વરસાદ અને ત્યાંના ડેમમાંથી છોડવામાં આવેલું પાણી છે. હાલ નર્મદા ડેમના ઉપરવાસમાંથી 1,13,405 ક્યૂસેક પાણીની આવક થઈ છે. આ પાણીમાં મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી 54,180 ક્યૂસેક અને ઓમકારેશ્વર ડેમમાંથી 50,447 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જે સીધું સરદાર સરોવર ડેમમાં જમા થઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ