જામનગર, 1 ઓક્ટોબર (હિ.સ.) મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પોષણ માસ ૨૦૨૫: સ્વસ્થ નારી સશક્ત ભારત અભિયાન અંતર્ગત જામનગર ખાતે પોષણ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.ICDS શાખા, જામનગરના સહયોગથી ટાઉન હોલ ખાતે આયોજિત પોષણ વાનગી સ્પર્ધામાં જિલ્લાની વિવિધ આંગણવાડી વર્કર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં મિલેટ્સમાંથી બનેલી વિવિધ અને પૌષ્ટિક વાનગીઓ રજૂ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગર, ડૉ. હિરેન ઠક્કરના પ્રતિનિધિત્વમાં કામગીરી કરવામાં આવી હતી. આયુર્વેદના દ્રષ્ટિકોણથી પોષણનું મહત્વ સમજાવવા માટે સરકારી આયુર્વેદ દવાખાનું, વિભાપરના મેડિકલ ઓફિસર ડૉ.અંકિતા સોલંકી દ્વારા મિલેટ્સ અને પોષણ વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.સાથે જ મેદસ્વિતા ઘટાડવામાં મિલેટ્સની ભૂમિકા વિશે વિસ્તૃત જાણકારી અપાઈ હતી.કાર્યક્રમમાં જિલ્લા પંચાયત જામનગરના પ્રમુખ મેયબેન ગરસર, ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ ગોમતીબેન ચાવડા, બાંધકામ સમિતિના ચેરમેન, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન, અને જામનગર જિલ્લા પ્રોગ્રામ ઓફિસર પ્રજ્ઞાબેન રાવલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt