પોરબંદર, 1 ઓક્ટોબર (હિ.સ.) મૂળ કેશોદના રવિ દિનેશભાઈ મોકરિયા અને તેમના પિતા દિનેશભાઈ કેશોદથી મોટરસાયકલ લઇ પાતા ગામે કુળદેવીના મંદિરે હવનમાં જતા હતા ત્યારે નેશનલ હાઇવે પર GJ-11-CQ-0262 નંબરની અટીકા ફોરવ્હીલના ચાલકે પૂર ઝડપે માનવ જિંદગી જોખમાઈ તે રીતે કાર ચલાવતા રવિ મોકરિયાની બાઈકને ઠોકર મારી હતી. આ અકસ્માતમાં રવિ મોકરિયાને દાઢીના ભાગે તથા ડાબા હાથની કોણીના ભાગે, ડાબા પગમા તેમજ ગોઠણના ભાગે છોલાણ જેવી ઈજાઓ પહોંચી હતી તેમજ તેમના પિતાને ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે રવિ મોકરિયાએ માધવપુર પોલીસ સ્ટેશનમાં GJ-11-CQ-0262 નંબરની આર્ટીકા ફોરવ્હીલના ચાલક વિરુદ્ધ ધોરણસર ફરિયાદ દાખલ કરાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya