પોરબંદર જિલ્લાના પાલખડા-કેશવ મોઢવાડા રોડ પર પેચવર્ક કામગીરી કરાઈ.
પોરબંદર, 1 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધાઓના જતન અને મરામત માટે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), પોરબંદર દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત પાલખડાથી કેશવ મોઢવાડા માર્ગ ઉપર હમણાંના વરસાદના કારણે સર્
પોરબંદર જિલ્લાના પાલખડા-કેશવ મોઢવાડા રોડ પર પેચવર્ક કામગીરી કરાઈ.

પોરબંદર જિલ્લાના પાલખડા-કેશવ મોઢવાડા રોડ પર પેચવર્ક કામગીરી કરાઈ.

પોરબંદર જિલ્લાના પાલખડા-કેશવ મોઢવાડા રોડ પર પેચવર્ક કામગીરી કરાઈ.

પોરબંદર જિલ્લાના પાલખડા-કેશવ મોઢવાડા રોડ પર પેચવર્ક કામગીરી કરાઈ.

પોરબંદર, 1 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધાઓના જતન અને મરામત માટે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), પોરબંદર દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ અંતર્ગત પાલખડાથી કેશવ મોઢવાડા માર્ગ ઉપર હમણાંના વરસાદના કારણે સર્જાયેલા ખાડાઓને દુર કરવા તથા વાહનવ્યવહાર વધુ સુરક્ષિત અને સરળ બનાવવા માટે પેચવર્ક કામગીરી કરવામાં આવી છે.

સરકાર દ્વારા માર્ગ વ્યવસ્થામાં સુધારાઓ લાવવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ વિકાસ કાર્યો અન્વયે ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોની નિયમિત સમીક્ષા અને યોગ્ય તબક્કાવાર મરામત કામગીરી અમલમાં મુકવામાં આવી રહી છે. આ પ્રકારની કામગીરીઓથી સ્થાનિક નાગરિકો, વાહનચાલકો અને મુસાફરોને માર્ગવ્યવસ્થામાં વધુ ગતિ, સલામતી અને આરામદાયક મુસાફરીનો લાભ મળી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande