શીશલી ગામે મંદિરના પરિસર માં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ.
પોરબંદર, 1 ઓક્ટોબર (હિ.સ.) જુનાગઢ પોલીસ દ્વારા પોરબંદર જીલ્લામા ચોરીના દાખલ થયેલ એફ.આઇ.આર ના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા માટે ખાસ સુચના આપેલ હોય જે અનુસંધાને બગવદર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એ.એસ.બારા તથા પોલીસ સ્ટાફના માણસો શીશલી ગામે લીરબાઈ મા
શીશલી ગામે મંદિરના પરિસર માં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ.


પોરબંદર, 1 ઓક્ટોબર (હિ.સ.) જુનાગઢ પોલીસ દ્વારા પોરબંદર જીલ્લામા ચોરીના દાખલ થયેલ એફ.આઇ.આર ના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા માટે ખાસ સુચના આપેલ હોય જે અનુસંધાને બગવદર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એ.એસ.બારા તથા પોલીસ સ્ટાફના માણસો શીશલી ગામે લીરબાઈ માતાજીના મંદીરની જગ્યામાં થયેલ ચોરીની તપાસમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ એચ.ડી.સીસોદીયા તથા પો.હેડ.કોન્સ. તથા વિ.એન.ભુતીયા ડી.આર.સીસોદીયાને ચોકકસ બાતમી રાહે હકિકત મળેલ કે મુદામાલની રાજુ ભાણાભાઈ ઘાંધલ રહે.કાનાકુવા તા.કુતીયાણાએ ચોરી કરેલ હોય જેથી મજકુર ઇસમને બગવદર પોલીસ સ્ટેશને લઇ આવી યુકતી પ્રયુક્તિ પુછપરછ કરતાં ઉપરોકત ગુન્હાની કબુલાત આપતો હોય જેથી તેમની પાસેથી ગુન્હાનો ચોરીમાં ગયેલ કુલ મુદ્દામાલ જેમા રૂપીયા.500 ના દરની ચલણી નોટો 100 તે રૂપીયા.50,000/- ના દરની ચલણી નોટો મળી કુલ રૂપીયા.50,000/- મુદામાલ મળી આવેલ છે. ઉપરોકત ગુન્હો કરેલાની કબુલાત આપતો હોય જેથી ધોરણસરની કાર્યવાહી કરી ચોરીનો અનડીટેકટ ગુન્હો ગણતરીની કલાકોમા ડીટેકટ કરી પ્રશંસનીય કામગીરી કરવામા આવેલ છે.કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી પોલીસ સબ ઈન્સ એ.એસ.બારા તથા સ્ટાફ ના એ.એસ.આઇ તથા એચ.ડી.સીસોદીયા પો.હેડ.કોન્સ. વિ.એન.ભુતીયા તથા ડી.આર. સીસોદીયા તથા એચ.પી.મારૂ તથા એ.બી.ભટ્ટી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande