મહેસાણા જિલ્લામાં તાલુકા/જિલ્લા કક્ષા યુવા ઉત્સવ 2025-26નું આયોજન
મહેસાણા, 1 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા જિલ્લામાં તાલુકા/જિલ્લા કક્ષા યુવા ઉત્સવ 2025-26નું આયોજન કરવામાં આવ્યું છે. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર તથા કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત
મહેસાણા જિલ્લામાં તાલુકા/જિલ્લા કક્ષા યુવા ઉત્સવ 2025-26નું આયોજન


મહેસાણા, 1 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા જિલ્લામાં તાલુકા/જિલ્લા કક્ષા યુવા ઉત્સવ 2025-26નું આયોજન કરવામાં આવ્યું છે. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર તથા કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત આ ઉત્સવનું સંચાલન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, મહેસાણા કરશે.આ ઉત્સવમાં મહેસાણા જિલ્લાના 15 થી 29 વર્ષની વયજૂથ ધરાવતા યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે. ઉત્સવમાં “અ”, “બ” અને “ખુલ્લા” એમ ત્રણ વિભાગ હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજાશે. વકતૃત્વ, નિબંધ, ચિત્રકલા, સંગીત, શાસ્ત્રીય નૃત્ય, એકાંકી, શાયરી, કાવ્યલેખન, લોકવાર્તા, સર્જનાત્મક કાર્ય, લોકનૃત્ય સહિત કુલ 33 સ્પર્ધાઓ યોજાશે. સ્પર્ધામાં કોઈપણ સ્પર્ધક માત્ર એક જ ઇવેન્ટમાં ભાગ લઇ શકશે.સ્પર્ધાઓ તાલુકા, જિલ્લાકક્ષા, પ્રદેશ કક્ષા અને રાજ્યકક્ષા એમ ચાર સ્તરે યોજાશે. તાલુકા કક્ષાની સ્પર્ધાઓ માટે તાલુકાવાર કન્વીનરશ્રીઓને એન્ટ્રીઓ મોકલવાની રહેશે. સીધી જિલ્લાકક્ષા, પ્રદેશ અને રાજ્યકક્ષા માટે ફોર્મ ભરવા ઈચ્છુક સ્પર્ધકોએ નિયત નમૂનાનું ફોર્મ અને આધાર કાર્ડની નકલ સાથે તા. 15 ઓક્ટોબર 2025 સુધી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, મહેસાણા ખાતે જમા કરાવવાનું રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande