મહેસાણા જિલ્લામાં બે સગીર બહેનોને બાળલગ્નની મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મહિલા સહાયતા કેન્દ્રની ભૂમિકા
મહેસાણા, 1 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા જિલ્લાના એક પંથકમાં બનેલી ઘટનાએ ફરી એકવાર બાળલગ્ન જેવી સામાજિક કૂપ્રથાની હકીકતને ઉજાગર કરી છે. અહીં બે સગીર બહેનોના લગ્ન કરાવી દેતા તેઓ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગઈ હતી. પરિવારજનોના દબાણ અને પરિસ્થિતિઓને કારણે બનેલ આ લ
મહેસાણા જિલ્લામાં બે સગીર બહેનોને બાળલગ્નની મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મહિલા સહાયતા કેન્દ્રની ભૂમિકા


મહેસાણા, 1 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા જિલ્લાના એક પંથકમાં બનેલી ઘટનાએ ફરી એકવાર બાળલગ્ન જેવી સામાજિક કૂપ્રથાની હકીકતને ઉજાગર કરી છે. અહીં બે સગીર બહેનોના લગ્ન કરાવી દેતા તેઓ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગઈ હતી. પરિવારજનોના દબાણ અને પરિસ્થિતિઓને કારણે બનેલ આ લગ્નો તેમના માટે જીવનભરનો બોજ બની શકે તેવી શક્યતા હતી.જો કે આ સંજોગોમાં મોટી બહેને હિંમતપૂર્વક પગલું ભર્યું. તેણે પોતે અને નાની બહેનને આ મુશ્કેલીમાંથી બહાર લાવવા માટે મહિલા સહાયતા કેન્દ્રનો સંપર્ક કર્યો. મહિલા સહાયતા કેન્દ્રની ટીમે તાત્કાલિક દખલ કરી કાનૂની પગલાં શરૂ કર્યા અને બંને બહેનોને સુરક્ષિત વાતાવરણમાં લાવવામાં આવી.આ સમગ્ર ઘટનાએ દર્શાવ્યું કે આજના સમયમાં પણ કેટલીક જગ્યાએ બાળલગ્ન જેવી કૂપ્રથા છુપાઈને ચાલી રહી છે, પરંતુ સાથે જ એ પણ સાબિત થયું કે યુવતીઓમાં પોતાની હક માટે લડવાની જાગૃતિ વધી રહી છે. મોટી બહેને સમયસર લીધેલા નિર્ણયને કારણે બંને બહેનોનું ભવિષ્ય બગડતા બચી ગયું.મહિલા સહાયતા કેન્દ્રના પ્રતિનિધિઓએ જણાવ્યું કે કાયદેસર 18 વર્ષથી ઓછી ઉંમરના લગ્ન અમાન્ય છે અને આવા કિસ્સામાં તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. સાથે સાથે યુવતીઓને શિક્ષણ, સશક્તિકરણ અને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહન આપવામાં આવે છે.આ ઘટના સમાજ માટે સંદેશ છે કે જો કોઈ પરિસ્થિતિમાં બાળલગ્ન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક ફરિયાદ કરવી જોઈએ. સમયસર લીધેલા પગલાં યુવતીઓના જીવનમાં નવી આશા અને સુરક્ષા લાવી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande