પોલીસ કેસ પરત નહીં લે તો જાનથી મારી નાખવાની ધમકી આપી
સુરત, 1 ઓક્ટોબર (હિ.સ.) શહેરના અમરોલી વિસ્તારમાં સાયણ રોડ પર રહેતા યુવકે અગાઉ અમરોલી કોસાડ આવાસમાં રહેતા બે ઈસમો સામે મારામારીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ વાતની અદાવત રાખી બંને ઈસમોએ ગતરોજ યુવકને માર મારી કેસ પાછો લેવા માટે દબાણ કરી અને ખર્ચ પેટ
fir


સુરત, 1 ઓક્ટોબર (હિ.સ.) શહેરના અમરોલી વિસ્તારમાં સાયણ રોડ પર રહેતા યુવકે અગાઉ અમરોલી કોસાડ આવાસમાં રહેતા બે ઈસમો સામે મારામારીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ વાતની અદાવત રાખી બંને ઈસમોએ ગતરોજ યુવકને માર મારી કેસ પાછો લેવા માટે દબાણ કરી અને ખર્ચ પેટે રૂપિયા 20,000 ની માંગણી કરી હાથ ટાંટીયા તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર રીક્ષા ડ્રાઇવરએ ફરીથી અમરોલી પોલીસ મથકમાં બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે સાયણ સુગર રોડ પર આવેલ સહારા પાર્ક પાસે રોયલ એવન્યુ માં રહેતા અફરોઝ ખાન ઉર્ફે કાળું ગફારખાન પઠાણ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2024 માં તેઓએ અમરોલી પોલીસ મથકમાં અસ્પાક ઉર્ફે લાલુ ઇકબાલ પટેલ અને કાર્તીક ઉર્ફે પિંટા સામે મારામારીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બંને વ્યક્તિઓએ આ વાતની અદાવત રાખી હતી. આ દરમિયાન ગતરોજ અફરોઝ ખાન કોસાડ આવાસમાં કામ અર્થે જતા બંને યુવકોએ તેને પકડી લઈ અગાઉ દાખલ કરાવેલ પોલીસ કેસ પરત લેવા માટે ધમકી આપી હતી અને ખર્ચ પેટે રૂપિયા 20,000 ની માંગણી કરી હતી. એટલું જ નહીં પરંતુ તેને માર મારી હાથ ટાડીયા તોડી નાખવાની ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી આખરે ભોગ બનનાર અફરોજ ખાને ગતરોજ ફરીથી અમરોલી પોલીસમાં અસ્પાક અને કાર્તિક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે બળજબરીથી કઢાવી લેવાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande