વાપીની ક્રિશ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમાં WWF દ્વારા સિટી લેવલની વાઈલ્ડ વિઝડમ કવીઝ યોજાઈ
વલસાડ, 1 ઓક્ટોબર (હિ.સ.) WWF દ્વારા દર વર્ષે વાઈલ્ડ વિઝડમ ગ્લોબલ ચેલેન્જનું આયોજન કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ અને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો છે. આ ચેલેન્જ વૈશ્વિક સ્તરે જાણીતી છે. ચાલુ વર્ષે તેની 18 મી આવૃત
Vapi news


વલસાડ, 1 ઓક્ટોબર (હિ.સ.) WWF દ્વારા દર વર્ષે વાઈલ્ડ વિઝડમ ગ્લોબલ ચેલેન્જનું આયોજન કરવામાં

આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ

વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ અને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો છે. આ ચેલેન્જ વૈશ્વિક

સ્તરે જાણીતી છે. ચાલુ વર્ષે તેની 18 મી આવૃત્તિ ચાલી રહી છે,જેમાં ધોરણ 6 થી 9 નાં વિદ્યાર્થીઓ ભાગ લઇ

રહ્યા છે. આ વાઈલ્ડ વિઝડમ ગ્લોબલ ચેલેન્જ દર વર્ષે જુદી જુદી થીમ ઉપર યોજાય છે,જેમાં આ વર્ષની થીમ ઈનક્રેડીબલ ઈનસેકટસ

(અતુલ્ય કિટકો) રાખવામાં આવી છે.

આ સ્પર્ધા પાંચ ભાગ (1) ક્લાસરૂમ ચેલેન્જ, (2) શહેરી કક્ષા, (3) ઝોનલ કક્ષા, (4) રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વહેંચવામાં

આવી છે. આ સ્પર્ધાનો પ્રથમ રાઉન્ડ ક્લાસરૂમ ચેલેન્જ સફળતાપૂર્વક પૂર્ણ

થતા બીજો રાઉન્ડ સિટી લેવલનો વાપીની શ્રી ક્રિશ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમાં

મુખ્ય મહેમાન તરીકે ડો. બી. સુચિંદ્રા, IFS - મુખ્ય વન સંરક્ષક (CCF) વલસાડ, ડાંગ સર્કલની

ઉપસ્થિતિમાં યોજાયો હતો. આઈએફએસ અધિકારી ડો.બી.સુચિંદ્રાએ વિદ્યાર્થીઓના ઉત્સાહમાં

વધારો કરી વિજેતાઓને ઈનામ વિતરણ કર્યુ હતું.

ગુજરાતમાંથી અમદાવાદ, વડોદરા, જામનગર, રાજકોટ, સુરત, અંકલેશ્વર, વલસાડ, વાપી, ઉમરગામ,દમણ અને દાદરા નગર હવેલીમાંથી અનેક સ્કૂલોએ

ભાગ લીધો હતો. જેમાં ટોપ પાંચ સ્કૂલો વચ્ચે સિટી લેવલનો ફાઇનલ રાઉન્ડ થયો હતો. જેમાં

પ્રથમ વિજેતા તરીકે સુરતની હિલ્સ હાઈસ્કૂલનાવિદ્યાર્થી આર્યાના ત્રિપાઠી અને કેતકી મટવાની, દ્વિતીય વિજેતા તરીકે સેલવાસની BAPS સ્વામીનારાયણ વિદ્યામંદીરનાવિદ્યાર્થીઓ અભિરાજ ગુપ્તા અને શરવરી સોનાવણે જ્યારે ત્રીજા ક્રમે સુરતની એલ.પી.

સવાણી વિદ્યાભવનનાં વિદ્યાર્થી આરાધ્યા વિશ્વકર્મા અને સ્પર્શ જાદો વિજેતા થયા હતા.

આશ્વાસન ઈનામ અમદાવાદની મહારાજા અગ્રસેન વિદ્યાલયનાં વિદ્યાર્થી પ્રેક્ષા અગ્રવાલ અને

સૌમ્યા ભરવાડતેમજ વલસાડ

જિલ્લાની ડો.વિજયપથ સિંઘાનીયા સ્કૂલના વિદ્યાર્થી ક્રિશ્ના જાધવ અને તક્ષ દેસાઈને

મળ્યું હતું.

આ સિટી લેવલ કવીઝનાં ફાઇનલ રાઉન્ડને કવીઝ માસ્ટર તરીકે નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટીના

કોલેજ ઓફ ફોરેસ્ટરીના ડો.વિપુલ પટેલ (એસોસિએટ

પ્રોફેસર બાયોટેકનોલોજી)એ કંડક્ટ કરી હતી.

આ સિટી લેવલની કવીઝને

સફળ બનાવવા શ્રી ક્રિશ્ના ઈન્ટરનેશનલ સ્કૂલનાં આચાર્યા બીના મેનને ક્વિઝને ખુલ્લી

મુકી જરૂરી સહયોગ આપ્યો હતો. કો- ઓર્ડીનેટર અશ્વિની શાહ અને વિદ્યાર્થીઓની ટીમે વ્યવસ્થા

સંભાળી હતી.આ સિટી લેવલનાં પ્રોગ્રામનું

સમગ્ર સંચાલન WWF નાં સ્ટેટ હેડ મૌતિક

દવેનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande