ખારવાવાડ વિસ્તારમાં યુવાન પર છરી વડે હુમલો.
પોરબંદર, 1 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર શહેરના ખારવા વાડ હોળી ચકલા ગણેશ મંદિર વિસ્તારમાં એક યુવાન પર દારૂડિયાએ છરી વડે હુમલો કરતા યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. ઈજાગ્રસ્ત યુવાન હાલ સરકારી ભાવસિંહજી હોસ્પિટલના આઈ.સી.યુ. માં દાખલ છે.પોરબંદરની સરકારી ભાવસિંહ
ખારવાવાડ વિસ્તારમાં યુવાન પર છરી વડે હુમલો.


ખારવાવાડ વિસ્તારમાં યુવાન પર છરી વડે હુમલો.


પોરબંદર, 1 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર શહેરના ખારવા વાડ હોળી ચકલા ગણેશ મંદિર વિસ્તારમાં એક યુવાન પર દારૂડિયાએ છરી વડે હુમલો કરતા યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. ઈજાગ્રસ્ત યુવાન હાલ સરકારી ભાવસિંહજી હોસ્પિટલના આઈ.સી.યુ. માં દાખલ છે.પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ સાગર સલેટ નામના ઈજાગ્રસ્ત યુવાને જણાવ્યું હતું કે, તે ગઈ કાલે સાંજના સમયે ભાટિયા બજાર ગણેશ મંદિર નજીકના વિસ્તારમાં ઉભો હતો આ દરમિયાન પ્રકાશ કોટીયા નામનો શખ્સ આવી સીધો પેટના ભાગે છરી વડે હુમલો કર્યો હતો ત્યારબાદ તેને સ્કૂટર પર સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં લઇ આવવામાં આવ્યો હતો. સાગર સલેટની માતા પ્રભાબેને મીડિયાને ઈન્ટર્વ્યુ આપતા જણાવ્યું હતું કે, તેના દીકરાના પ્રકાશ નામના વ્યક્તિએ ઓચિંતા કોઈ પણ કારણ વગર છરી વડે હુમલો કરતા તેની હાલત ગંભીર છે. હોળી ચકલા કેશવ સ્કૂલ વિસ્તારમાં બેફામ દારૂનો વેપાર થાય છે. મહિલાઓ તે વિસ્તારમાંથી નીકળી પણ શક્તિ નથી દારૂડિયાનો આ વિસ્તારમાં ખુબ જ ત્રાસ છે જેના કારણે પ્રકાશ જેવા શખ્સો છરી લઈ બેફામ આંટા મારે છે. ખારવા વાડમાં ચાલતા દારૂના વ્યવસાય બંધ કરી આવા શખ્સોને સજા મળે તેવી માંગ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande