ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી: શહેરને ₹૫૩૪ લાખના વિકાસકાર્યોની ભેટ
ગાંધીનગર, 12 ઓક્ટોબર (હિ.સ.): ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના શપથગ્રહણના ૨૪ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં ઉજવાઈ રહેલા ''વિકાસ સપ્તાહ''ના ભાગરૂપે, આજે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સેક્ટર-૧૭ સ્થિત ટાઉનહોલ ખાતે
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર, 12 ઓક્ટોબર (હિ.સ.): ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના શપથગ્રહણના ૨૪ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં ઉજવાઈ રહેલા 'વિકાસ સપ્તાહ'ના ભાગરૂપે, આજે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સેક્ટર-૧૭ સ્થિત ટાઉનહોલ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર મીરાબેન પટેલના વરદ હસ્તે ₹૫૩૪ લાખના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે, મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર સિટી ઇ-વ્હીકલ રેડીનેસ પોલિસી-૨૦૨૫ અને ક્લીન એર એક્શન પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમની શરૂઆત ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરીથી ટાઉનહોલ સુધી યોજાયેલી એક વિશાળ વોકાથોન (Walkathon) દ્વારા કરવામાં આવી હતી. આ વોકાથોનમાં પદાધિકારીઓ, અધિકારીઓ, કોર્પોરેટરો, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.

વિકાસ સપ્તાહની ઉજવણીના આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ અને અલ્પેશભાઈ ઠાકોર, ડે. મેયર નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલા, શહેર પ્રમુખ આશિષભાઈ દવે, શાસક પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા, દંડક સેજલબેન પરમાર સહિત પક્ષના હોદ્દેદારો, કોર્પોરેટરો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

શરૂઆતમાં, મ્યુનિસિપલ કમિશનરએ તેમના સ્વાગત પ્રવચનમાં ગાંધીનગરના સર્વાંગી વિકાસની બ્લુપ્રિન્ટ રજૂ કરી હતી, જેના પર શહેર ભવિષ્યમાં કામ કરશે. ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગાંધીનગર હવે વિકાસનું રોલ મોડેલ સિટી બની ચૂક્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકા જૂના અને નવા એમ બંને ગાંધીનગરના વિકાસ માટે સતત કાર્યશીલ છે.

સમગ્ર કાર્યક્રમનો દોર સંભાળતા મેયર મીરાબેન પટેલે ગાંધીનગરને વૈશ્વિક સ્તરે વિકાસના નવા શિખરો સર કરાવવા માટે મહાનગરપાલિકાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ ₹૫૩૪ લાખના પ્રોજેક્ટ્સ શિક્ષણ, સ્વચ્છતા અને માળખાગત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો લાવશે, જે ગાંધીનગરના નાગરિકોની જીવનશૈલીને વધુ સારી બનાવશે.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ મહેમાનોએ ગાંધીનગર શહેરની 'સિટી ડેવલપમેન્ટ સ્ટોરી' દર્શાવતી એક લઘુ ફિલ્મ નિહાળી હતી. વિકાસકાર્યોના લોકાર્પણ અને પોલિસી લોન્ચ ઉપરાંત, લાભાર્થીઓને PMJAY કાર્ડ, આભા કાર્ડ, PM સ્વનિધિ યોજના હેઠળના ચેક અને પોષણક્ષમ આવાસ યોજના (Affordable Housing) અંતર્ગત તેમના ઘરની ચાવીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, સ્વચ્છતાનું મહત્વ સમજાવતું એક નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande