ગીર સોમનાથ 12ઓક્ટોબર (હિ.સ.)
ગીર સોમનાથ સમ્રગ જિલ્લામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા વિવિધ રસ્તાનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત જિલ્લામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગના ઉના પેટાવિભાગ હસ્તકના રસ્તાના પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી.
ઉના પંચાયત પેટાવિભાગ હસ્તક આવતા ફરેડા એપ્રોચ રોડ પર ડામર પેચ વર્કની પુરજોશમાં કામગીરી ચાલુ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ