સુરત, 12 ઓક્ટોબર (હિ.સ.): વડાપ્રધાન નરેન્દ્ર મોદીની
સ્વદેશી ચીજવસ્તુઓને પ્રાધાન્ય આપવા ‘વોકલ ફોર લોકલ’ પહેલ અંતર્ગતસ્થાનિક હસ્તકલા, ઘરગથ્થું ઉત્પાદનો
અને મહિલાઓને ઉમદા પ્લેટફોર્મ મળી રહે એ માટે તા.18મી ઓક્ટો. સુધી સુરતના અડાજણ, એસ.એમ.સી.પાર્ટી પ્લોટ, હનીપાર્ક રોડ ખાતે સરસ મેળો યોજવામાં આવ્યો છે. જેની સાંસદ
પ્રભુભાઈ વસાવાએ મુલાકાત લઈને સ્વસહાય જૂથોના મહિલા સ્ટોલધારકોને પ્રોત્સાહિત કર્યા
હતા. સાંસદએ લોકોને મોટી સંખ્યામાં સરસ મેળામાં પધારી, સ્વદેશી ઉત્પાદનો
ખરીદીને દેશના લઘુઉદ્યોગો, સ્વસહાય જૂથો અને મહિલા હસ્તકલા કારીગરોને પ્રોત્સાહન
આપવા આહવાન કર્યું હતું.
પ્રભુભાઈ વસાવાએ વિવિધ કલાઉત્પાદનો,
ચીજવસ્તુઓના સ્ટોલની મુલાકાત લઈ સ્વસહાય જૂથોની મહિલાઓની કળાકારીગરીને બિરદાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે