દિવાળી પહેલા હારીજમાં ₹3 લાખથી વધુની ચોરી, એક તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ
પાટણ, 12 ઓક્ટોબર (હિ.સ.): દિવાળીના તહેવાર પહેલાં જ હારીજમાં તસ્કરો બેફામ બન્યા છે. હારીજ-મહેસાણા હાઈવે પર આવેલી ‘ગાયત્રી હાર્ડવેર’ અને ‘પરમેશ્વરી ટ્રેડર્સ’ નામની બે દુકાનોમાં તસ્કરોએ મોડી રાત્રે ચોરીને અંજામ આપ્યો હતો. દુકાનના પતરાં તોડીને અંદર પ્ર
દિવાળી પહેલા હારીજમાં ₹3 લાખથી વધુની ચોરી, એક તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ


પાટણ, 12 ઓક્ટોબર (હિ.સ.): દિવાળીના તહેવાર પહેલાં જ હારીજમાં તસ્કરો બેફામ બન્યા છે. હારીજ-મહેસાણા હાઈવે પર આવેલી ‘ગાયત્રી હાર્ડવેર’ અને ‘પરમેશ્વરી ટ્રેડર્સ’ નામની બે દુકાનોમાં તસ્કરોએ મોડી રાત્રે ચોરીને અંજામ આપ્યો હતો. દુકાનના પતરાં તોડીને અંદર પ્રવેશ કરીને તેઓએ કુલ ₹3 લાખથી વધુની રોકડ રકમની ચોરી કરી હતી. ચોરી કરતો એક તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.

આ ઘટનાની જાણ થતાં જ દુકાન માલિક પંકજ પટેલે હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને આગળની તપાસ શરૂ કરી છે. તહેવારોના સમયે થયેલી આ ચોરીથી સ્થાનિક વેપારીઓમાં ભય અને ફફડાટનો માહોલ છવાઈ ગયો છે.

છેલ્લા છ મહિનામાં હારીજ વિસ્તારમાં ચોરીની અનેક ઘટનાઓ સામે આવી છે છતાં તસ્કરો હજી પણ પોલીસ પકડથી દૂર છે. તહેવારોના ટાણે થયેલી આ ચોરીની ઘટના પોલીસના પેટ્રોલિંગ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande