રાષ્ટ્ર સેવિકા સમિતિ, વલસાડ નગર દ્વારા વિજયાદશમી ઉત્સવ યોજાયો
વલસાડ , 12 ઓક્ટોબર (હિ.સ.): રાષ્ટ્ર સેવિકા સમિતિ, વલસાડ દ્વારા 12 ઓક્ટોબર 2025ના રોજ વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન છતરીયા પાણીની ટાંકી પાસે, મોગરાવાડી ખાતે કરવામાં આવ્યું હતું. પ્રાચીન પરંપરાને આધારે અધર્મ પર ધર્મનો વિજય અને શક્તિ ઉપાસનાના આ પાવન પ
રાષ્ટ્ર સેવિકા સમિતિ, વલસાડ નગર


વલસાડ , 12 ઓક્ટોબર (હિ.સ.): રાષ્ટ્ર સેવિકા સમિતિ, વલસાડ દ્વારા 12 ઓક્ટોબર 2025ના રોજ વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન છતરીયા પાણીની ટાંકી પાસે, મોગરાવાડી ખાતે કરવામાં આવ્યું હતું. પ્રાચીન પરંપરાને આધારે અધર્મ પર ધર્મનો વિજય અને શક્તિ ઉપાસનાના આ પાવન પર્વે શહેર અને આસપાસના વિસ્તારોમાંથી બહેનો, બાળકીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. જે કાર્યક્રમ દ્વારા નારીશક્તિ, સંસ્કાર અને સામૂહિક સંઘબળનો સુંદર સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમમાં નગર કાર્યવાહીકા કૈલાશબેન પટેલ, મુખ્ય અતિથિ ડૉ. ભૈરવી જોષીએ મહિલાઓ માટે આત્મવિશ્વાસ, આરોગ્ય અને જીવનશૈલી સુધારણા, પર્યાવરણ વિષયક ઉદ્દબોધન આપ્યું. મુખ્ય વક્તા માધુરીબેન કનેરિયા (જિલ્લા સહ બૌદ્ધિક પ્રમુખ) દ્વારા હિંદુ સંસ્કૃતિનું મહત્વ તથા પંચ પરિવર્તન સ્વદેશી, પર્યાવરણ, સામાજિક સમરસતા, નાગરિક કર્તવ્ય, કુટુંબ પ્રબોધનની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં દંડ પ્રહાર, નિયુદ્ધ, યોગાસન, ગોપુરમ (માનવ પિરામિડ) નું પ્રાત્યક્ષિક થયું.

સમગ્ર કાર્યક્રમ સમિતિની બહેનો દ્વારા અત્યંત શિસ્તબદ્ધ અને અનુકરણિય આયોજન શ્રેષ્ઠ વ્યવસ્થા, સંગઠન અને સંસ્કૃતિક દ્રષ્ટિએ સુંદર સમન્વય જોઈને ઉપસ્થિત મહેમાનો તથા નાગરિકોએ પ્રશંસા કરી હતી. વિજયાદશમીનો તાત્પર્ય માત્ર રામ-રાવણના યુદ્ધમાં વિજયનો દિવસ નથી, પરંતુ આજે પણ આપણે અંદરના દુર્ગુણો સામે લડવા અને પોતાને સંસ્કારમય બનાવવાનો સંકલ્પ લેવાનું છે. સેવીકાઓ દ્વારા ઉદ્ઘોષ કરવામાં આવ્યો કે આવનારા સમયમાં સમિતિ વધુને વધુ મહિલાઓ સુધી સંસ્કાર, સ્વાવલંબન અને શારીરિક, બૌદ્ધિક અને સામાજિક શક્તિના સંદેશ લઈને પહોંચશે. આ પ્રસંગે સ્થાન આપવા બદલ છતરીયા યુવક મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ કાર્યક્રમ શ્રદ્ધા, સંસ્કાર અને સમર્પણનો ભાવ વ્યક્ત કરતાં સફળતાપૂર્વક પૂર્ણ થયો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande