સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.14 અને 15મીએ રવિ કૃષિ મહોત્સવ યોજાશે
સુરત, 12 ઓક્ટોબર (હિ.સ.)- રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજણવી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આગામી તા.14 અને 15મી ઓકટોબર દરમિયાન બે દિવસીય તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ યો
સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.14 અને 15મીએ રવિ કૃષિ મહોત્સવ યોજાશે


સુરત, 12 ઓક્ટોબર (હિ.સ.)- રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં

વિકાસ સપ્તાહની ઉજણવી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જિલ્લા ખેતીવાડી વિભાગ

દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આગામી તા.14 અને 15મી ઓકટોબર દરમિયાન બે દિવસીય

તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ યોજાશે.

રવિ સિઝનના પાકો માટે આધુનિક કૃષિ

તાંત્રિકતા, નવી ટેકનોલોજી આધારિત કૃષિ પ્રદર્શન, પાક પરિસંવાદો, સહાય યોજનાઓ અંગે

માર્ગદર્શન, યોજનાકીય લાભ વિતરણ અને પશુ આરોગ્ય મેળા જેવી અનેકવિધ

ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરણા અને માર્ગદર્શન આપવા માટે તા.14 અને ૧૫મીએ સવારે 9.30 થી સાંજના 5.00 વાગ્યા સુધી મહોત્સવ યોજાશે. ઓલપાડ ખાતે નાણા, ઉર્જામંત્રી કનુભાઈ

દેસાઈના અધ્યક્ષસ્થાને પુરુષોતમ ફાર્મ (જીન), ઓલપાડ-સાયણ રોડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ

યોજાશે.

ઉમરપાડા તાલુકામાં જિ.પંચાયત પ્રમુખ

ભાવિનીબેન પટેલની ઉપસ્થિતિમાં ચિતલદા ગામે ક્રિકેટ મેદાનમાં, બારડોલી ખાતે ધારાસભ્યશ્રી

ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં શ્રી નવયુગ પ્રજાપતિ સમાજ વાડી, મહાત્મા ગાંધી રોડ,

ચોર્યાસી તાલુકામાં ધારાસભ્ય સંદિપ દેસાઈની ઉપસ્થિતિમાં દામકા ગામે સાઈ મદિર ખાતે,

કામરેજ તાલુકામાં રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકીયા અને તા.પંચાયત પ્રમુખ અજીતભાઈ

આહિરની ઉપસ્થિતિમાં ઉંભેળ યુવક મંડળ, ઉમા સાંસ્કૃતિક ભવન, ઉંભેળ ખાતે, પલસાણા

તાલુકામાં તા.પંચાયત પ્રમુખ યોગેશ પટેલની ઉપસ્થિતિમાં હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત

પી.એમ. નરહરી પરીખ આશ્રમ શાળા, અમલસાડી ખાતે, માંગરોળ તાલુકામાં ધારાસભ્ય

ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં પંચવટી કેન્દ્ર, સાઈ મંદિરની પાછળ, વાંકલ ખાતે

યોજાશે.

મહુવા તાલુકામાં ધારાસભ્ય મોહનભાઈ

ઢોડિયાની ઉપસ્થિતિમાં અસ્મિતા ભવન હોલ, બ્રાહ્મણ સમાજની

વાડી, મહુવા, અંબિકા તાલુકામાં સાંસદ મુકેશભાઈ દલાલની ઉપસ્થિતિમાં ક્રિકેટ ગ્રાઉન્ડ, પી.એચ.સી. સેન્ટરની બાજુમા, વલવાડા ખાતે, અરેઠ તાલુકામાં જિ.પંચાયત ઉપપ્રમુખ

રોહિત પટેલની ઉપસ્થિતિમાં તા.પંચાયત નવું ફળીયુ, તાલુકા પંચાયત કચેરીની બાજુમાં, અરેઠ ખાતે યોજાશે.

માંડવી તાલુકામાં તા.પંચાયત પ્રમુખ હિનાબેન

વસાવાની ઉપસ્થિતિમાં અણુમાળા સાંસ્કૃતિક ભવન, ધી માંડવી

હાઈસ્કુલ ખાતે તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ યોજાશે. જેમાં જિલ્લા-તાલુકાના

પદાધિકારીઓ, ખેડૂતો, કૃષિ નિષ્ણાતો, ખેતીવાડી અધિકારીઓ ઉપસ્થિત

રહેશે.

કાર્યક્રમના પ્રથમ દિવસે તા.14મીએ કૃષિ

વૈજ્ઞાનિકોનું પ્રાકૃતિક ખેતી, સસ્ટેનેબલ

ફાર્મિંગ, બાગાયતી પાકોમાં નવીનતમ ટેકનોલોજી જેવા વિષયો પર

માર્ગદશન, પ્રગતિશીલ ખેડૂતોના વક્તવ્ય, ખેડૂતોને સહાય લાભોનું વિતરણ, કૃષિ નિદર્શન તથા પશુ મેળા યોજાશે. બીજા દિવસે ૧૫મીએ પ્રાકૃતિક

કૃષિ નિદર્શન અને પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત યોજાશે. તાલુકાના ખેડુતોને કૃષિ મહોત્સવનો લાભ

લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande