પોરબંદર જિલ્લામાં દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે નોંધણી શરૂ
પોરબંદર, 12 ઓક્ટોબર (હિ.સ.): રાજ્ય રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ ભાગ લેવા માટે સ્પે.ખેલ મહાકુંભ–2025 માટે નોંધણી શરૂ કરવામાં આવી છે. નોંધણીની છેલ્લી તારીખ 30 ઑક્ટોબર 2025 નક્કી કરાઈ
પોરબંદર જિલ્લામાં દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે નોંધણી શરૂ


પોરબંદર, 12 ઓક્ટોબર (હિ.સ.): રાજ્ય રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ ભાગ લેવા માટે સ્પે.ખેલ મહાકુંભ–2025 માટે નોંધણી શરૂ કરવામાં આવી છે. નોંધણીની છેલ્લી તારીખ 30 ઑક્ટોબર 2025 નક્કી કરાઈ છે.

જેમાં જિલ્લા સ્તરે વિવિધ કેટેગરીના દિવ્યાંગ ખેલાડીઓ જેમ કે માનસિક ક્ષતિગ્રસ્ત (MR), શારીરિક ક્ષતિગ્રસ્ત (OH), અંધ (Blind), શ્રવણબાધિત (Deaf) તેમજ સેરેબ્રલ પાલ્સી (CP) ધરાવતા ખેલાડીઓ સ્પર્ધાઓમાં

અલગ-અલગ વયજૂથમાં ભાગ લઈ શકશે.

સ્પે.ખેલમહાકુંભ - 2025 માં ઓફલાઈન રજીસ્ટ્રેશન જે-તે સંસ્થો દ્વારા કરવામાં આવશે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે સર્ટીફીકેટનું વેરીફીકેશન બાદ જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. સ્પે.ખેલમહાકુંભ - 2025 માં જિલ્લાકક્ષાએ અને રાજ્યકક્ષાએ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. જેથી પોરબંદર જિલ્લાનાં વધુમાં વધુ દિવ્યાંગ ખેલાડીઓએ આ સ્પે.ખેલમહાકુંભ - 2025 માં નિયત સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવવા અને ભાગ લેવા અપીલ કરવામાં આવી છે.

નોંધણી માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર (રમત સંકુલ, પોરબંદર) અને બી.આર.સી.સી. ભવન પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા ખાતે કચેરી સમય દરમ્યાન નોંધણી કરાવી શકાશે તેમજ પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ પોરબંદર, ભારતીય પ્રજ્ઞાચક્ષુ,વાઘેશ્વરી પ્લોટ, પોરબંદર,સ્પેશીયલ ઓલમ્પિક ભારત ગુજરાત એસોસિએશન- ગોઢાંણીયા કોલેજ,ખીજડી પ્લોટ, પોરબંદર,નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ પોરબંદરમાં ખાતે સંસ્થાઓના સમય દરમિયાન ખેલાડીઓને સમયસર નોંધણી કરીને ખેલ મહાકુંભ–2025 માં ભાગ લેવા વિનંતી કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande