પોરબંદર, 12 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિસાવાડા ગામે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના ભાગરૂપે વિકાસ રથ ગામમાં પહોંચતા ગ્રામજનોએ ઉત્સાહભેર તેનો ભવ્ય સ્વાગત કર્યું હતું. રથ મારફતે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ વહીવટી તંત્રના અધિકારીઓએ વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.
આ પ્રસંગે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભો વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે સાથે, ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિજ્ઞા (સપથ) પણ લીધી હતી.
આ કાર્યક્રમમાં કેસરનાથબાપુ, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ આવડાભાઈ ઓડેદરા, તાલુકા પંચાયતના સભ્ય કરશનભાઈ મોઢવાડીયા, તેમજ અગ્રણી ગ્રામજન પ્રતાપભાઈ કેશવાલા, જેઠાભાઈ ઓડેદરા, નાથાભાઈ ઓડેદરા, રાજુભાઈ ઓડેદરા સહિત અનેક આગેવાનો અને ગ્રામજનોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya