પોરબંદર, 12 ઓક્ટોબર (હિ.સ.): વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં વિવિધ જાહેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ શ્રેણી અંતર્ગત પોરબંદર જિલ્લા કલેકટર કચેરી પરિસરની સાફ-સફાઈ કરવા માટે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ સહિતના અધિકારી- કર્મચારીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.
જિલ્લા કલેકટર સહિતના અધિકારી- કર્મચારીઓ
કલેક્ટર કચેરી પરિસરની જાતે જ સાફ સફાઈ કરી સ્વચ્છતા જાળવવા માટે અને “સ્વચ્છતા માત્ર અભિયાન નહીં પરંતુ આપણી દૈનિક જીવનશૈલીનો એક ભાગ બને તે માટે પ્રેરક સંદેશો આપ્યો હતો.
આ સ્વચ્છતા અભિયાન દ્વારા શહેરમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હેતુ રાખવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya