સુરત, 12 ઓક્ટોબર (હિ.સ.): ચોર્યાસી તાલુકાના ખરવાસા ભાટિયા રોડ પર ચોમાસાની ઋતુ
દરમિયાન વધેલી ઝાડીઝાંખરને કારણે માર્ગ પર વાહનચાલકોને મુશ્કેલી અનુભવાતી હતી.
વરસાદી વિરામ મળતાં સુરત માર્ગ અને મકાન વિભાગ નં.1 દ્વારા ઝાડ ટ્રીમીંગ તથા
માર્ગની સફાઇની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ
કાર્ય પૂર્ણ થતાં ખરવાસા ભાટિયા રોડ વાહનચાલકોને સરળતા થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે