ઉધના રેલ્વે સ્ટેશન મુસાફરોની ભીડથી છલકાયું, 1 કિ.મી લાંબી લાઈન
સુરત, 12 ઓક્ટોબર (હિ.સ.)- દિવાળી અને છઠ પૂજા જેવા મુખ્ય તહેવારોને થોડા જ દિવસો બાકી છે, ત્યારે સુરતનું ઉધના રેલ્વે સ્ટેશન મુસાફરોની ભારે ભીડથી છલકાતું જોવા મળી રહ્યું છે. હજારોની સંખ્યામાં શ્રમિકો અને નોકરિયા વર્ગના લોકો પોતાના માદરે વતન — ખાસ કરીન
ઉધના રેલ્વે સ્ટેશન મુસાફરોની ભીડ


સુરત, 12 ઓક્ટોબર (હિ.સ.)- દિવાળી અને છઠ પૂજા જેવા મુખ્ય તહેવારોને થોડા જ દિવસો બાકી છે, ત્યારે સુરતનું ઉધના રેલ્વે સ્ટેશન મુસાફરોની ભારે ભીડથી છલકાતું જોવા મળી રહ્યું છે. હજારોની સંખ્યામાં શ્રમિકો અને નોકરિયા વર્ગના લોકો પોતાના માદરે વતન — ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જવા રવાના થઈ રહ્યા છે.

સવારે થી બપોર સુધીમાં જ ચાર ટ્રેનોમાં બેસવા માટે 6,000થી વધુ મુસાફરો સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. મુસાફરોની સંખ્યા એટલી વધુ છે કે ઉધના સ્ટેશનની બહાર લગભગ 1 કિ.મી લાંબી લાઈન લાગી ગઈ હતી. ટિકિટ મેળવવા અને ટ્રેનમાં ચઢવા માટે લોકો મોડી રાતથી જ સ્ટેશન પર પહોંચી ગયા હતા અને પ્લેટફોર્મ પર ધામા નાખીને બેઠા હતા.

ભીડને નિયંત્રણમાં રાખવા માટે રેલવે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓએ વિશેષ ક્રાઉડ મેનેજમેન્ટ વ્યવસ્થા ગોઠવી છે. ઉધના રેલ્વે પોલીસ સ્ટાફ દ્વારા મુસાફરોની સુરક્ષા માટે વધારાના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર સ્ટેશન પર CCTV કેમેરા અને ડ્રોન સર્વેલન્સ સિસ્ટમ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે તહેવારોની સિઝન પૂરી ન થાય ત્યાં સુધી સ્ટેશન પર મુસાફરોનો ધસારો યથાવત રહેશે. મુસાફરોને નિયમોનું પાલન કરવા, ધીરજ રાખવા અને સુરક્ષા કર્મચારીઓને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande