સુરત , 13 ઓક્ટોબર (હિ.સ.)-લાલગેટ કેળાની વખાર વિસ્તારમાં આવેલ અલ અમન ઍપાર્ટમેન્ટના બિલ્ડરે પ્રોજેક્ટ ઉપર ફાયનાન્સ કંપનીમાંથી લાખો રૂપિયાની લોન લીધી હોવા છતાંયે અગિયાર જેટલા લોકોને મિલ્કત વેચાણ કરી તેમની પાસેથી કુલ રૂપિયા 1.88 કરોડ પડાવી દસ્તાવેજ બનાવી આપ્યા ન હતા. આ દરમિયાન ફાયનાન્સ કંપની દ્વારા લોનના હપ્તાની ભરપાઈ નહી કરાતા મિલ્કત ટાંકમાં લેવાની નોટિશ ફટકારતા મિલકતદારો દોડતા થયા છે. મિલકતદારોને તેમની સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનું બહાર આવતા ગતરોજ બિલ્ડર સામે પોલીસમાં ફરિયાદ નોધાવી છે.
લાલગેટ પોલીસના જણાવ્યા મુજબ લાલગેટ ધાસ્તીપુરામાં રૂબી કોમ્પ્લેક્ષમાં રહેતા અને નવરંગના નામ ડ્રાય ક્લીનીંગનું કામકાજ કરતા હનીફ ઈબ્રાહીમ પટેલ (ઉ.વ61)એ સને 2016માં બિલ્ડર જાવીદ લિયાકત કાઝી (રહે, અળ હયાત બિલ્ડિંગ, લુહાર પોળ, માછલીપીઠ, શાહપોર) પાસે તેમનો લાલગેટ કેળાની વખાર વિસ્તારમાં આવેલ અલ અમન એપાર્ટમેન્ટ નામના પ્રોજેક્ટમાં ૨૪ લાખમાં બેજમેન્ટમાં દુકાન ખરીદી હતી.જાવીદે બેજમેન્ટનો કબજા સોપી દીધો હતો આ ઉપરાંત અન્ય 10 લોકોને પણ ફ્લેટ વેચાણ કર્યા હતા. હનીફ સહિત તમામ પાસેથી કુલ રૂપિયા 1,88,53,000 લીધા હતા. તમામ લોકો મિલ્કતનો ઉપયોગ કરતા હતા. પરંતુ કોઈને પણ દસ્તાવેજ બનાવી આપ્યા ન હતા.જાવેદ કાઝીએ મિલ્કત ચોખ્ખા ટાઈટલવાળી હોવાનું કહી વેચાણ કરી હતી.આ દરમિયાન ગત તા 17 માર્ચના રોજ એલઆઈસી હાઉસિંગ ફાયનાન્સ કંપની દ્વારા એપાર્ટમેન્ટની બહાર ઍક જાહેર નોટિશ લગાડી ગયા હતા જેમાં જાવેદ કાઝી અને ફહીમા જાવીદ કાઝીએ મિલકત ઉપર રૂપિયા 37,63,485 અને 54,85,778ની લોન લીધી છે જે હોનના હપ્તાની ભરપાઈ નહી કરતા મિલ્કત ટાંચમાં લેવામાં આવે છે.આ નોટિસ જાતા જ મિલ્કતદારો દોડતા થયા હતા અને જાવીદ કાઝીને વાત કરતા તેણે મિલ્કતની લોન ક્લીયર થઈ જશે હોવાના ખોટા ખોટા વાયદાઓ આપ્યા હતા. જાવીદ કાઝીએ મિલ્કત ઉપર બોજા હોવા છતાંયે ચોખ્ખા ટાઈટલવાળી હોવાનું કહી તેમજ દસ્તાવેજ થઈ ન શકે હોવાનુ જાણતા હોવા છતાંયે વેચાણ કરી છેતરપિંડી કરી હોવાનું બહાર આવતા ગતરોજ હનીફ પટેલની ફરિયાદ લઈ લાલગેટ પોલીસે જાવીદ કાઝી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે