બરડા ડુંગરમાં દેશી દારૂનીભઠ્ઠી પર રાણાવાવ પોલીસના દરોડા
પોરબંદર, 13 ઓક્ટોબર (હિ.સ.): જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જીલ્લામાં પ્રોહી/જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને ઇન્ચાર્જરાણાવાવ ડીવીઝન વિભાગના પોલીસ અધિકારી
બરડા ડુંગરમાં દેશી દારૂનીભઠ્ઠી પર રાણાવાવ પોલીસના દરોડા.


બરડા ડુંગરમાં દેશી દારૂનીભઠ્ઠી પર રાણાવાવ પોલીસના દરોડા.


પોરબંદર, 13 ઓક્ટોબર (હિ.સ.): જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જીલ્લામાં પ્રોહી/જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને ઇન્ચાર્જરાણાવાવ ડીવીઝન વિભાગના પોલીસ અધિકારી સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એન.તળાવીયા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફને પ્રોહી પ્રવૃત્તિ કરતા ઇસમોને ત્યાં રેઇડો કરવા સુચના કરવામાં આવેલ. જે અન્વયે રાણાવાવ પોલીસસ્ટાફના માણસો બરડા ડુંગર/જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સંજય વાલાભાઇ તથા સરમણ દેવાયતભાઇ તથા જયમલ સામતભાઈને મળેલ સંયુક્ત હકિકત આધારે બરડા ડુંગર વિજફાડીયાનેશથી પશ્વિમે અડધો કિ.મી. દુર હકિકતવાળી જગ્યાએ સર્ચ કરી રેઇડ કરતા ચના હાદાભાઇ કટારા રહે.વિજફાડીયાનેશ તા.રાણાવાવવાળાની દેશી દારૂની ભઠ્ઠી મળી આવેલ અને વિજફાડીયાનેશ થી ઉતરે 1.5 કી.મી દુર હકિકતવાળી જગ્યાએ સર્ચ કરી રેઇડ કરતા બીજલ ભુરાભાઇ કટારા રહે.વિજફાડીયાનેશ તા.રાણાવાવવાળાની દેશી દારૂની ભઠ્ઠી મળી આવેલ અને મજકુર બંન્ને ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના અલગ-અલગ ગુન્હા રજીસ્ટર કરાવેલ છે.

રાણાવાવની વિજફાડીયાનેશ ચના હાદાભાઈ કટારા હાજર મળી આવ્યાન હતો પરંતુતેની ભઠ્ઠીમાંથી આથો લી.200 તથા દેશીદારૂ લીટર 250 તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ. 56700 નો મુદામાલ મળી આવ્યો હતો. રાણાવાવની વિજફાડીયાનેશના બીજલ ભુરાભાઈ કટારા હાજર મળી આવ્યોન હતો પરંતુ તેની ભઠ્ઠીમાંથી આથો લી.600 તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.17000 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.આ કામગીરી રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એન.તળાવીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.જે.દાસા, બી.વી.વાળા તથા પોલીસ કોન્સ્ટેબલ સરમણ દેવાયતભાઇ, સંજય વાલાભાઇ,જયમલ સામતભાઈ,ભરત કાનાભાઇ, કુણાલસિંહ પ્રવિણસિંહ,અતુલ કરશનભાઈ તથા ફોરેસ્ટર એલ.ડી. બડીયાવદરા દ્વારા કરવામાં આવેલ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande