પાનોલી અંસાર માર્કેટમાં આવેલા ગોડાઉનમાં લાગી ભીષણ આગ
- એચકે ટ્રેડર્સના ગોડાઉનમાં આગ લાગી કે લગાડવામાં આવી તે ઊઠતો સવાલ - ભંગાર માર્કેટમાં ભંગારની આડમાં ઘણી વખત કેમિકલ બાળી નાખવાનો કારસો ચાલી રહ્યો છે ભરૂચ,13 ઓક્ટોબર (હિ.સ.) અંકલેશ્વરના NH 48 ને અડીને આવેલ અમર તૃપ્તિ હોટલના પાછળના ભાગે ભંગારના
પાનોલી અંસાર માર્કેટમાં આવેલા ગોડાઉનમાં લાગી ભીષણ આગ


પાનોલી અંસાર માર્કેટમાં આવેલા ગોડાઉનમાં લાગી ભીષણ આગ


પાનોલી અંસાર માર્કેટમાં આવેલા ગોડાઉનમાં લાગી ભીષણ આગ


- એચકે ટ્રેડર્સના ગોડાઉનમાં આગ લાગી કે લગાડવામાં આવી તે ઊઠતો સવાલ

- ભંગાર માર્કેટમાં ભંગારની આડમાં ઘણી વખત કેમિકલ બાળી નાખવાનો કારસો ચાલી રહ્યો છે

ભરૂચ,13 ઓક્ટોબર (હિ.સ.) અંકલેશ્વરના NH 48 ને અડીને આવેલ અમર તૃપ્તિ હોટલના પાછળના ભાગે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો.ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પાણી મારો ચાલુ કર્યો હતો. એચકે ટ્રેડર્સ નામના ગોડાઉનમાં ભયાનક આગ લાગવાથી દોડધામ મચી ગઈ હતી.આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.

અંકલેશ્વર જીઆઇડીસી નજીક આવેલ અંસાર માર્કેટમાં દિન પ્રતિદિન જીઆઇડીસીનો કેમિકલ વેસ્ટ આગમાં ખપાવવાનો કારસો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. પાનોલી ,અંકલેશ્વર, ઝઘડિયા ,દહેજ અને ભરૂચ જીઆઇડીસીઓમાંથી ભંગાર લઈ તેમાં રહેલ કેમિકલનો ગેરકાયદેસર નાશ કરવામાં આવી રહ્યો છે. આ ભંગાર માર્કેટમાં કેટલાય ભંગારના ડેલા આવેલા છે જેમાંના મોટાભાગના જીપીસીબી સરકારી નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર કરોડો રૂપિયાનો વેપલો કરી રહ્યા છે .અવારનવાર આ ભંગારના ગોડાઉનમાં આગ લાગવાના બનાવો બને છે ત્યારે ડીપીએમસી, પોલીસ વિભાગ અને જીપીસીબી માત્ર કામગીરી કરી પાછળથી છૂટી જાય છે પરંતુ આ ભંગાર માર્કેટમાં એકે એક ગોડાઉનની તપાસ કરવામાં આવે તો કેટલાય બે નંબરી પરવાનગી વગરનો ભંગાર મળી આવે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને આ થવું જ જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande