એકતા અને રાષ્ટ્ર નિર્માણના સંદેશ સાથે ગીર સોમનાથ જિલ્લામાં પદયાત્રા યોજાશે
સોમનાથ,13 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષમાં કેન્દ્રિય રમતગમત મંત્રાલયના નેજા હેઠળ ''સરદાર @150 - યુનિટી માર્ચ - એક ભારત, આત્મનિર્ભર ભારત પદયાત્રા સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું છે. પદયાત્રાના સુચારૂ આયોજનની રૂપ
એકતા અને રાષ્ટ્ર નિર્માણના સંદેશ સાથે ગીર સોમનાથ જિલ્લામાં પદયાત્રા યોજાશે


સોમનાથ,13 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષમાં કેન્દ્રિય રમતગમત મંત્રાલયના નેજા હેઠળ 'સરદાર @150 - યુનિટી માર્ચ - એક ભારત, આત્મનિર્ભર ભારત પદયાત્રા સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું છે.

પદયાત્રાના સુચારૂ આયોજનની રૂપરેખા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેથી એક બેઠક યોજાઈ હતી. જેમાં ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતેથી કલેક્ટર એન.વી.ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સહિત સંલગ્ન વિભાગના ઉચ્ચ અધિકારીઓ વર્ચ્યુઅલ જોડાયાં હતાં અને માર્ગદર્શન મેળવ્યું હતું.

યુવા શક્તિ સાથે રાષ્ટ્ર નિર્માણનો સંદેશ લક્ષમાં રાખી ગીર સોમનાથ જિલ્લો પણ અનેકવિધ કાર્યક્રમો થકી આ પદયાત્રાની ઉજવણીમાં સહભાગીદારી નોંધાવશે.

આ કાર્યક્રમ અન્વયે જિલ્લા કક્ષાની પદયાત્રાઓ તા. ૩૧ ઓક્ટોબર થી ૨૫ નવેમ્બર ૨૦૨૫ સુધી યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત તમામ જિલ્લાઓમાં ૦૩ દિવસ માટે 8-10 કિ.મી લાંબી પદયાત્રા રહેશે. પદયાત્રા પૂર્વે આરોગ્ય શિબિરો, વ્યાખ્યાનો, ચર્ચાઓ અને 'નશા મુક્ત ભારત'ના શપથ જેવા કાર્યક્રમો યોજાશે. જેમાં ધારાસભ્યઓ, સાંસદઓ, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ સહિત સામાજિક આગેવાનો અને મહાનુભાવો જોડાશે.

પદયાત્રા દરમિયાન સરદાર પટેલની પ્રતિમા/ચિત્ર પર શ્રદ્ધાંજલિ, આત્મનિર્ભર ભારત શપથ, સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે.

જ્યારે 26 નવેમ્બર - 6 ડિસેમ્બર સુધી રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે. કુલ 152 કિ.મી.ની પદયાત્રા સરદાર પટેલના જન્મસ્થળ કરમસદ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા, કેવડિયા સુધી લઈ જવામાં આવશે. આ દરમિયાન રસ્તાના ગામોમાં સામાજિક વિકાસ કાર્યક્રમો યોજાશે. આ સાથે જ વિવિધ સ્થળો પર સરદાર પટેલના જીવન અને ભારતની વિવિધ સંસ્કૃતિની ઉજવણી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande