પ્રોહીબિશનના ગુન્હામાં પાંચ માસ થી ફરાર આરોપી ઝડપાયો.
પોરબંદર, 13 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. ઉદય વરૂ તથા હેડ કોન
પ્રોહીબિશનના ગુન્હામાં પાંચ માસ થી ફરાર આરોપી ઝડપાયો.


પોરબંદર, 13 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. ઉદય વરૂ તથા હેડ કોન્સ્ટેબલ હીમાંશુ મકકા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરઓડેદરાને મળેલ સંયુકત હકીકતના આધારે, વનાણા ગામમાંથી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં દારૂના ગુન્હામાં પાંચ માસથી લાલશાહીથી નાસતા ફરતા આરોપી રૈયા રામા કોડીયાતર ને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર આર.કે.કાંબરીયા, એ.એસ.આઈ. બટુકવિંઝુડા, રાજેન્દ્ર જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદ મકવાણા, મુકેશ માવદીયા, ઉદય વરૂ, હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુ મકકા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા વુમન હેડ કોન્સ્ટેબલ નાથી કુછડીયા, તથા પોલીસ કોન્સ્ટેબલ નટવર ઓડેદરા, અજય ચૌહાણ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ રોહિત વસાવા વગેરે રોકાયેલા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande