જામનગર શહેરમાં વર્ષ ૨૦૧૫ થી વર્ષ ૨૦૨૨ દરમિયાન ૩૩૭૬ આવાસોનું નિર્માણ થયું
જામનગર, 13 ઓક્ટોબર (હિ.સ.) : 7 ઓક્ટોબર 2025ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. વિકાસના આ સીમાચિહ્નરૂપ અવસરની ઉજવણી કરવા માટે ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જે
આવાસ યોજના


જામનગર, 13 ઓક્ટોબર (હિ.સ.) : 7 ઓક્ટોબર 2025ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. વિકાસના આ સીમાચિહ્નરૂપ અવસરની ઉજવણી કરવા માટે ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ૧૨-૧૩ ઓક્ટોબરે શહેરી વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ૨૦૨૫નું વર્ષ ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઊજવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના શહેરી વિસ્તારોમાં રહેતા ગરીબ અને નીચલા મધ્યમ વર્ગના પરિવારોને પોતાના સ્વપ્નનું ઘર આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અમલી બનાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ યોજનાના અમલીકરણમાં ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે ગુજરાતને અત્યારસુધીમાં કુલ ૧૪ એવોર્ડ પણ મળી ચુક્યા છે.

જામનગર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) પ્રથમ તબ્બકો- અંતર્ગત વર્ષ ૨૦૧૫ થી વર્ષ ૨૦૨૨ સુધીમાં કુલ ૨૫૨.૧૫ કરોડના ખર્ચે ૩૩૭૬ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે પૈકી ચાલુ વર્ષે ૨૦૨૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોલીસ હેડક્વાર્ટર પાછળ, શરુ સેક્શન રોડ પર નિર્માણ પામેલા ૫૪૪ આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ યોજનાની સફળતાના પરિણામે સપ્ટેમ્બર ૨૦૨૪થી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ હાઉસિંગ ફોર ઓલ મિશનની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ભારતભરમાં વર્ષ ૨૦૨૯ સુધીમાં ૧ કરોડ પાકાં ઘરો બાંધવાની યોજના છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande