નાગકા ગામ ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 13 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરદર્શી નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યની અવિરત વિકાસયાત્રાના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં “વિકાસ સપ્તાહ–2025 ” ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ
નાગકા ગામ ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો.

નાગકા ગામ ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો.

નાગકા ગામ ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો.

નાગકા ગામ ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો.

પોરબંદર, 13 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરદર્શી નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યની અવિરત વિકાસયાત્રાના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં “વિકાસ સપ્તાહ–2025 ” ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં વિકાસ રથ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 24 વર્ષના વિકાસપ્રયાસોની ગાથા શોર્ટ ફિલ્મ દ્વારા રજૂ કરવામાં આવી રહી છે.

આ અવસર પર પોરબંદર જિલ્લાના નાગકા ગામ ખાતે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન નાગકા સહિત આસપાસના ગોઢાણા, કાટવાણા, વિઝાણા અને બાવળવાવ ગામોમાં સંયુક્ત રૂ. 15 લાખથી વધુના કુલ 08 કામોનું લોકાર્પણ તેમજ રૂ. 37 લાખથી વધુના કુલ 19 કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિકાસ રથ ગામમાં પહોંચતા ગ્રામજનો અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રથ મારફતે રજૂ થયેલી વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ દ્વારા ગ્રામજનોને સરકારના વિવિધ કલ્યાણકારી કાર્યક્રમો અને યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ ગુજરાત રાજ્યની સતત પ્રગતિ અને જનકલ્યાણ માટે સરકારશ્રી દ્વારા હાથ ધરાયેલા પ્રયત્નો માટે આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande