જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કલા સ્થાપત્ય વિષય પર વર્કશોપ યોજાયો.
પોરબંદર, 13 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લામાં ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ઇનોવેશન ટ્રસ્ટનાં બલરાજ પાડલીયા સાથે જિલ્લા મહિલા લક્ષી કલ્યાણ કેન્દ્ર, પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રન
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કલા સ્થાપત્ય વિષય પર વર્કશોપ યોજાયો.


જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કલા સ્થાપત્ય વિષય પર વર્કશોપ યોજાયો.


જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કલા સ્થાપત્ય વિષય પર વર્કશોપ યોજાયો.


જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કલા સ્થાપત્ય વિષય પર વર્કશોપ યોજાયો.


પોરબંદર, 13 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લામાં ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ઇનોવેશન ટ્રસ્ટનાં બલરાજ પાડલીયા સાથે જિલ્લા મહિલા લક્ષી કલ્યાણ કેન્દ્ર, પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં ઉદ્યોગ અધિકારી વંદના પટેલ દ્વારા આવેલ મહાનુભાવોનાં સ્વાગત અને પોરબંદર જિલ્લામાં નવા સમયમાં મ્યુઝિયમ, આર્ટ ગેલેરી, સંસ્કૃતિ કેન્દ્રો કલા-સ્થાપત્ય વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આર્ટીસ્ટ .દિનેશ પોરીયા, ઇનોવેશન ટ્રસ્ટ, પોરબંદર દ્વારા કલા સ્થાપત્ય અંગે તેમનાં સ્ટિલ-લાઈફ, મોડેલ સ્ટડી અને વોટર કલર/એક્વરેલ પ્રકારના આર્ટ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી.

આર્ટીસ્ટ . દીપક વિઠ્ઠલાણી, ઇનોવેશન ટ્રસ્ટ, પોરબંદર આર્ટ પેન્ટર તરીકે પ્રખ્યાત છે. તેમના દ્વારા કલા અને પેન્ટિંગ ઉપર માર્ગદશન સાથે પેન્ટિંગનાં પૂર્વ ઇતિહાસથી લઈને આધુનિક અને સમકાલીન ચિત્રકલા સુધીની પોતાની યાત્રા, કલ્પનાને રંગ, શેડ, ટેક્ષ્યર, લીલુંપણા દ્વારા પેન્ટિંગ શબ્દનો અર્થ તથા કલાથી કેવી રીતે રોજગારીનું સર્જન કરી શકાય તે વિષે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું.

આર્ટીસ્ટ . સત્યમ વોરા ઉત્તમ શિક્ષકની સાથે કલા અને સાહિત્ય જોડાયેલા છે. તેમનાં દ્વારા પોરબંદર જિલ્લામાં આવેલ ઐતિહાસિક સ્થળો અને સ્થાપત્ય વિષે ઊંડાણ પૂર્વક સમજ આપી હતી તથા ભવિષ્યમાં ઐતિહાસિક સ્થળોનાં ગાઈડ/માર્ગદર્શક તરીકે કેરિયર બનાવવા બાબત વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.

કાર્યક્રમના અંતે ઉદ્યોગ અધિકારી સુશ્રી વંદનાબેન પટેલે તમામ મહાનુભાવોના આભાર વ્યક્ત કર્યા અને કાર્યક્રમ પૂર્ણ થયો.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીગર પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કુલ 35 જેટલી મહિલા સાહસિકો ઉપસ્થિત રહીને કાર્યક્રમનો લાભ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande