બોટાદ હડદડ ખેડુત આંદોલન મામલે AAP દ્વારા અમરેલીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન, કાર્યકર્તાઓની અટકાયત
અમરેલી, 13 ઓક્ટોબર (હિ.સ.) બોટાદના હડદડ વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે આંદોલન કરનાર ખેડૂતો પર ભાજપ સરકારે પોલીસની મદદથી ત્રાસ આપવાનો પ્રયાસ કર્યો, જેના વિરોધમાં અમરેલી શહેરમાં આન્દોલન થયા. આ બાબતને લઈને અમરેલીમાં AAPના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ કાળ
બોટાદ હડદડ ખેડુત આંદોલન મામલે AAP દ્વારા અમરેલીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન, કાર્યકર્તાઓની અટકાયત


અમરેલી, 13 ઓક્ટોબર (હિ.સ.)

બોટાદના હડદડ વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે આંદોલન કરનાર ખેડૂતો પર ભાજપ સરકારે પોલીસની મદદથી ત્રાસ આપવાનો પ્રયાસ કર્યો, જેના વિરોધમાં અમરેલી શહેરમાં આન્દોલન થયા. આ બાબતને લઈને અમરેલીમાં AAPના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ કાળી પટ્ટી બાંધીને કાલના દિવસે કાળો દિવસ જાહેર કર્યો અને ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજ્યું.

AAP કાર્યકર્તાઓએ લોકોના પ્રશ્નો અને ખેડૂતોની પરિસ્થિતિ અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો અને શહેરી વિસ્તારોમાં આંદોલનના કારણે થતા અસંમત પર પ્રકાશ પાડ્યો. વિરોધ દરમ્યાન કાર્યકર્તાઓએ જોરદાર નારા લગાવતા કહ્યું કે ખેડૂતોની અવાજને દબાવવાનો પ્રયાસ ગેરકાયદેસર છે અને રાજ્ય સરકારને કાયદા અનુસાર જવાબદાર ઠેરવવા પડશે.

પ્રદર્શન દરમિયાન પોલીસે નિયંત્રણ સ્થાપિત કરવા માટે કેટલાક AAP કાર્યકર્તાઓની અટકાયત કરી, જેથી એક ક્ષણ માટે તણાવ સર્જાયો હતો. છતાં, કાર્યકર્તાઓએ શાંતિપૂર્ણ રીતે પોતાના હક્ક માટે વિરોધ જાહેર કર્યો અને ખેડૂત મુદ્‌દાઓ પર રાજ્ય સરકારની અવગણના સામે ગહન વિરોધ નોંધાવ્યો.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande